હળવદ પત્રકાર સંઘ દ્વારા ગુરૂવારના રોજહળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તાજેતરમાં અમદાવાદમાં ખાનગી ટીવી ચેનલના પત્રકાર ઉપર ફરજ બજાવતી વેળાએ હત્યા થવા પામી હતી આથી પત્રકાર ઉપર થયેલ હુમલો અને મોતની ઘટનાને હળવદ પત્રકારો તેમજ પ્રિન્ટ મીડિયાએ વખોડી કાઢી હતી તેમજ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય અને હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઈને ન્યાયીક તપાસની માંગ ઉઠાવી હતી.
ગુરૂવારેહળવદ મામલતદાર કચેરી ખાતેપત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યુંકે,ખાનગી ટીવી ચેનલના પત્રકારની હત્યા મામલે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો હળવદના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા કાર્યક્રમ બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે.