ETV Bharat / state

કેનાલમાં ન્હાવા પડેલા યુવાનોની 17 કલાક બાદ પણ કોઈ પત્તો નહીં

હળવદ તાલુકાના રણજીતગઢ ગામની કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યાની (Three youth drowned canal in Morbi) જાણ થતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. શોધખોળમાં 17 કલાક જેટલો સમય વીતી ગયો છતાં હજુ સુધી કોઈ ભાળ નથી. (Youth drowned canal in Ranjitgarh village)

author img

By

Published : Dec 2, 2022, 3:11 PM IST

કેનાલમાં ન્હાવા પડેલા યુવાનોની 17 કલાક બાદ પણ કોઈ પત્તો નહીં
કેનાલમાં ન્હાવા પડેલા યુવાનોની 17 કલાક બાદ પણ કોઈ પત્તો નહીં

મોરબી : હળવદ તાલુકાના રણજીતગઢ ગામ નજીક કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા હોવાની આશંકાને અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામજનોને ઘટનાની જાણ થતા તાત્કાલીક દોડી આવીને મોરબી હળવદ ફાયરની ટીમને જાણ કરી હતી. ફાયર કર્મીચારીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે 17 કલાક જેટલો સમય વીત્યો છતાં હજુ સુધી એક પણ યુવાનની ભાળ મળી નથી. તો ધટના અંગે હળવદ પોલીસે પણ તપાસ ચલાવી છે. (Youth drowned canal in Ranjitgarh village)

શું છે સમગ્ર ધટના હળવદના રણજીતગઢ ગામના પાટીયા પાસે કામ કરતા ત્રણ યુવાનો ગુરુવાર (Halvad Fire Department) સાંજના સમયે નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયા હોવાની વાતો સામે આવી રહી છે. પરંતુ લાંબો સમય થયા હોવા છતાં મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી., ત્યારે ફેક્ટરીની બાજુમાં આવેલી કેનાલના કાંઠે યુવાનના કપડા મોબાઈલ પાકીટ મળી આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. (youth drowned canal of Ranjitgarh village)

17 કલાક શોધખોળ થયા છતાં ભાળ નહીં લોકોને જાણ થતા હળવદ નગરપાલિકા ફાયર બ્રિગેડને (Three youth drowned canal in Morbi) જાણ કરી હતી. જેને લઈને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીએ યુવાનોને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી, પરંતુ 17 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી યુવાનોનો પત્તો લાગ્યો નથી. તો તંત્ર દ્વારા હાલમાં કેનાલ બંધ કરાવવામાં આવી છે અને યુવાનોની શોધખોળ ચલાવી હોવાની સૂત્રોમાંથી માહિતી મળી છે. ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ પણ દોડી આવીને તપાસ હાથ ધરવામાં આવી છે. (Youth drowned canal in Halvad)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.