મોરબીઃ ગુજરાત કોંગ્રેસ ગુજરાતમાં લમ્પી વાયરસથી અસર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી રહી છે. ગુજરાત કોંગ્રેસે મોરબીમાં મુલાકત દરમિયાન સરકાર પર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પોલીસ, બુટલેગર અને સત્તામાં બેઠેલાઓની (Botad Latha Kand )સાઠગાંઠ સાથે ગુજરાતમાં દારૂનું વેચાણ કરવામાં આવે છે. સાથે જ કહ્યું કે લમ્પી વાયરસમાં સરકારે ( Lumpy Virus)બેદરકારી દાખવતા હજારો પશુઓના મોત થયા છે. ઉપરાંત યુવાનોના રોજગારી મુદે પણ અનેક પ્રહારો કર્યા હતા.
સરકારે ગંભીરતા દાખવી ના હોવાથી રોગચાળો વકર્યો - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Gujarat Congress)પ્રમુખ જગદીશ ઠાકોર અને સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા કચ્છથી મોરબીની મુલાકાતે પધાર્યા હતા. મોરબીમાં પણ લમ્પી વાયરસનો રોગચાળો વધતો હોવાની સ્થાનિક આગેવાનોએ માહિતી આપતા તેઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ લમ્પી વાયરસ રોગ (Lumpy virus in Gujarat )માર્ચ મહિનામાં શરુ થયો છતાં સરકારે ગંભીરતા દાખવી ના હોવાથી રોગચાળો ( Lumpy Virus)વકર્યો છે. જેથી સરકારને પગલા લેવા ફરજ પાડવા કોંગ્રેસ આગેવાનો કાર્યરત જોવા મળે છે તે ઉપરાંત યુવાનોના રોજગારી મુદે પણ અનેક પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચોઃ Lumpy skin disease: ગાયના નામે રાજનીતી મારાથી નહીં થાયઃ જગદીશ ઠાકોર
દારૂના ધંધામાં પોલીસ અને બુટલેગરની ટકાવારી - મોરબીમાં જગદીશ ઠાકોરે દારૂના ધંધામાં (Botad Latha Kand )કેવી ટકાવારી સીસ્ટમ ચાલે છે તે અંગે પણ દાવો કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે દારૂના ધંધામાં પોલીસના 30 ટકા, સંગઠનના 30ટકા અને 40 ટકા હિસ્સો બુટલેગરને મળે છે. ક્યાં કોણ દારૂનો વેપલો કરશે તે પણ ભાજપ સંગઠન નક્કી કરે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા.
20 થી 25000 ગાયોના મૃત્યુ થયા હોવાનો દાવો - જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે લમ્પી વાયરસને કારણે મૃત્યુ ના થયા હોવાના (Animal death to lumpy virus)સરકાર દાવા કરે છે. પરંતુ રોગચાળાને પગલે 20 થી 25000 ગાયના મૃત્યુ થયાનો તેમણે દાવો કર્યો છે. આ મુદ્દે ડીબેટ થાય જેમાં સરકારના પ્રતિનિધિ, પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો અને વિપક્ષ બેસે અને ગાયને મોતથી બચાવવા શું કરી સકાય તેની ચર્ચા કરવી જરૂરી છે. પાંજરાપોળ અને ગૌશાળાને પ્રતિદિન 2 થી 2.5 લાખનો ખર્ચ હોય જેની પાસે હાલ રૂપિયા નથી. ઘાસચારો નથી એવી સ્થિતિ છે તેમજ સરકાર જાહેરાત કરી રૂપિયા આપતી ના હોય તો સરકાર રૂપિયાના આપે તો સંસ્થાઓએ આગળ આવી ગૌધનને બચાવવું પડશે.
આ પણ વાંચોઃ પોલીસ કમિશનરે મિથેનોલના વેપારીઓ સાથે કરી બેઠક, આપ્યા મહત્વના સૂચન
યુવાનોની રોજગારીને લઈને સરકાર પર આકરા પ્રહારો - તે ઉપરાંત યુવાનોના રોજગારી મુદ્દે પણ સરકારને આડેહાથ લીધી હતી. ગોંડલના ગ્રામ્ય પંથકનો યુવાન પરીક્ષાની તૈયારી કરતો હતો જેને આત્મહત્યા કરી છે. યુવાનો આત્મહત્યા કરવા મજબુર બન્યા છે. તેમજ નિરાશ થતા યુવાનોને નશાની દુનિયામાં ધકેલી દેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો પણ પ્રદેશ પ્રમુખે કર્યા હતા. દેશના વડાપ્રધાન ગુજરાત આવે છે તે પૂર્વે થયેલ લઠ્ઠાકાંડ અને યુવાનોના મોત મામલે એક શબ્દ પણ બોલ્યા ના હોવાનું જણાવ્યું હતું.