જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ SOG પોલીસના PI જે.એમ.આલની ટીમે તપાસ ચલાવી હતી. તપાસ દરમિયાન આઠ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરાતા જજે સોમવાર સુધીના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા. પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરની જડતી કરી કોમ્પ્યુટર અને લેપટોપ કબ્જે કર્યા હતા.
સીરામિક કંપનીમાં કરોડોના GST ચોરી કૌભાંડમાં SOG ટીમે વધુ ચાર આરોપીને ઝડપ્યા છે, જેમાં મયુર ઉધરેજા, રવિ પટેલ, રાકેશ ભાટિયા અને હિરેન સાણંદીયાને પોલીસે ઝડપી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.