- જૂથ અથડામણમાં બે મોત મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યા જનાજા
- બંને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ શરુ કરી
મોરબી : ખાટકીવાસ વિસ્તારમાં થયેલી જૂથ અથડામણમાં બંને પક્ષે એક એક વ્યક્તિના મોત થયા હતા. જે બનાવ બાદ બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે બનાવમાં રફીકભાઈ રજાકભાઈ માંડલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોતે અને આરોપી હનીફભાઈ ઉર્ફે મમુ એક જ શેરીમાં રહે છે.રફીકભાઈના દીકરાઓ શેરીમાંથી કામધંધા માટે મોટર સાઈકલ લઈને આવતા જતા હોય જેથી આરોપી હનીફ દાઢીને સારું નહિ લાગતા આરોપી શબ્બીર સલીમ સાથે રફીકભાઈના દીકરા અનીશને સામાન્ય બોલચાલી થતા જેનો ખાર રાખી આરોપી હનીફ મમુ દાઢી તથા આરોપી અલ્તાફ જગીરો, ઈમ્તિયાઝ સહિતના પિસ્તોલ જેવા હથિયારથી તથા શબ્બીર સલીમે ફરિયાદી રફીકભાઈ તથા અન્ય પર પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરીંગ કરી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે ઈજા કરી પહોંચાડી હતી.
જાનથી મારી નાખવાની ધમકી આપી
માર મારી તથા રફીકભાઈના દીકરાને દીકરાને સારવારમાં લઇ જતા ત્યાં પણ આરોપી ઇમરાન તથા અલ્તાફ અહેમદ ઇકબાલ બકાલી તથા શબ્બીર મેમણ તથા યાસિક રજાકભાઈ મુરધીવાળા તથા ક્દારભાઈ સલીમભાઈ બાનાણીએ ઝધડો કરી પિસ્તોલ જેવા હથિયારથી ફાયરીંગ કરતા રફીકભાઈના દીકરા રઉફને ખભામાં ઈજા કરી તેમજ રફીકભાઈના દીકરા આદીલનું મોત નીપજાવી અન્યોને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
બંને પક્ષની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી
સામાપક્ષે ઈમ્તિયાઝ હનીફભાઈ કાસમાણીએ આરોપી રફીકભાઈ રજાકભાઈ માંડલીયા, હનીફભાઈ રજાકભાઈ માંડલીયા, આદીલ રફીકભાઈ માંડલીયા, આશીફ રફીકભાઈ માંડલીયા, રઉફ રફીકભાઈ માંડલીયા, હનીફભાઈનો દીકરો તથા ચાર અજાણ્યા શખ્સોએ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપીઓ શેરીમાં મોટર સાઈકલ સ્પીડમાં ચલાવતા હોય જેથી ફરિયાદીના પિતા મોટર સાઈકલ સ્પીડમાં નહિ ચલાવવા બાબતે સમજાવવા જતા આરોપીઓને સારું ન લાગતા છરી, તલવાર, ધારિયા, લોખંડના પાઈપ જેવા હથિયાર ધારણ કરી ઈમ્તિયાઝ તથા અન્યોને ઈજા પહોંચાડી હતી. જેમાં ઇમરાન સલીમ કાસમાંણીનું મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ડીવાયએસપી સહિતનો કાફલો સ્ટેન્ડ ટુ રહ્યો
રવિવારે બપોરના થયેલી મારામારી અને ફાયરીંગમાં બે યુવાનના મોત થયા બાદ વીસ્તારમ તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો. રવિવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ડીવાયએસપી, એ ડીવીઝન, બી ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમો વીસ્તારમમાં તૈનાત હતી.જૂથ અથડામણમાં બંને તરફ એક એક યુવાનના મોત થયા હતા. જે બંને મૃતકોના જનાજો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યા હતા, સાથે જ વિસ્તારમાં હજુ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળે છે તો વિસ્તારમાં આજે મોટાભાગની દુકાનો પણ બંધ જોવા મળી હતી