મોરબી: શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે તેને રોકવા માટે મોરબી શહેરમાં સોમવારથી કરીયાણા જથ્થાબંધ વેપારીઓએ વેપારનો સમય ઘટાડવાનો આવકારદાયક નિર્ણય લીધો છે. જેમાં સોમવારથી જથ્થાબંધ વેપારીઓ સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખશે તેવો નિર્ણય કર્યો છે અને ત્રણ વાગ્યા બાદ દુકાન ખુલ્લી રાખનાર વેપારીને ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોશિએસન દ્વારા દંડ ફટકારાશે.
સરકાર દ્વારા અનલોક- 2માં વેપારીઓને સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. જોકે મોરબી શહેરમાં એક અઠવાડિયાની અંદર જ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. જેથી વેપારીઓએ દુકાન બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે.