મોરબી: રવીવારે ગ્રામ પંચાયત ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાવાની છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે. મતદાનની કામગીરી કરવા માટે જિલ્લાના 405 બુથ (Morbi polling booth) ઉપર પોલિંગ સ્ટાફ મૂકવામાં આવ્યો છે. આ ચૂંટણી માટે આજથી જ 2 હજારથી વધુનો પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર થવાની સાથે-સાથે 700થી વધુ પોલીસ કર્મીઓ મતદાન બુથો ઉપર તૈનાત થઈ જશે.
૨ હજારથી વધુ પોલીંગ સ્ટાફને જવાબદારી સોપવામાં આવી
મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી (Morbi Gram Panchayat Election 2021) માટે આજે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સહિતની કામગીરી માટે 2 હજારથી વધુ પોલિંગ સ્ટાફને જવાબદારી સોંપી સલાહ સુચન અને ચૂંટણી લગતા સાહિત્ય સાથે 405 મતદાન બુથો ઉપર ફરજ માટે પોલિંગ સ્ટાફને રવાના કરી દેવામાં આવ્યો છે. આ તમામ સ્ટાફ આજથી જ મતદાન બુથો ઉપર મતદાન માટેની કામગીરીનો મોરચો સાંભળી લેશે. આવતીકાલે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ઘૂંટુ પોલીટેકનિક કોલેજ ખાતેથી આર.ઓ.સહિતનો સ્ટાફ રવાના થઈ ગયો છે.
148 બુથ ઉપર મતદાન
આ સમગ્ર ચૂંટણી કામગીરી ડે.કલેકટર દેવેન્દ્રસિંહ ઝાલા અને મામલતદાર જાડેજાની નિગરાની હેઠળ કરવામાં આવશે. મોરબી તાલુકાના 18 આર.ઓ દ્વારા 16 ઝોનલ મારફતે મતદાન ટુકડીઓને મતદાન બુથો ઉપર મોકલવામાં આવી છે. આવતીકાલે મોરબી તાલુકાના 48 ગામોના 148 બુથ ઉપર મતદાન થશે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર આવતીકાલે યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે તમામ તૈયારી પૂર્ણ કરી સજ્જ (Morbi district prepared for voting ) બન્યું છે.
આ પણ વાંચો: Gram Panchayat Election 2021: પાટણ જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ, રવિવારે 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી