ETV Bharat / state

Gram Panchayat Election 2021: મોરબીના નારણકા ગામે ચૂંટણીના મેદાનમાં દેરાણી, જેઠાણી સામસામે - નારણકા ગામમાં પાકને નુકસાન થવાની સમસ્યા

રાજ્યમાં હવે આ રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાશે. ત્યારે આ પહેલા અનેક ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. તો કેટલીક ગ્રામ પંચાયતોમાં 2 પક્ષ વચ્ચે થતી ટક્કરને જોવા લોકો રાહ જોઈ રહ્યા છે. આ જ રીતે મોરબીમાં નારણકા ગામમાં પણ આવી જ રસપ્રસ ચૂંટણી (Narankaam village election interesting) જંગ થશે. અહીં એક જ પરિવારના દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુ ચૂંટણીના મેદાને એકબીજાની સામસામે (Derani, Jethani face each other in the election field in Naranka village of Morbi) જોવા મળશે.

Gram Panchayat Election 2021: મોરબીના નારણકા ગામે ચૂંટણીના મેદાનમાં દેરાણી, જેઠાણી સામસામે

author img

By

Published : Dec 14, 2021, 9:48 AM IST

  • મોરબીના નારણકા ગામમાં થશે રસપ્રદ ચૂંટણી જંગ
  • દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુ સામસામે મેદાનમાં
  • ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો
  • નારણકા ગામમાં એક જ પરિવારમાંથી આવતા 3 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે

મોરબીઃ તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયતની (Narankaam village election interesting) બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક હોવાથી એક જ પરિવારના દેરાણી-જેઠાણી અને ભત્રીજા વહુએ સરપંચ બનવા ઉમેદવારી (Derani, Jethani face each other in the election field in Naranka village of Morbi) નોંધાવી છે. સરપંચ ઉમેદવાર તરીકે ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી, ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 5માંથી કાકા-બાપાના દિકરા જયેશ કાનજીભાઈ બોખાણી તથા જયેશ ધનજીભાઈ બોખાણીએ ઉમેદવારી નોંધાવી છે.

નારણકા ગામમાં એક જ પરિવારમાંથી આવતા 3 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે

આ પણ વાંચો- Gujarat Gram Panchayat Election 2021: ચાચાપર ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવ્યું

ગામનું આરોગ્ય કેન્દ્ર ઘણા વર્ષોથી બંધ હાલતમાં

નારણકા ગામમાં શિક્ષણનું સ્તર વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી ઉમેદવારે ખાતરી આપી હતી. આમ, નારણકા ગામમાં દેરાણી-જેઠાણી તેમ જ ભત્રીજા વહુ વચ્ચે તેમ જ કાકા-બાપાના દીકરા વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ જોવા મળશે. તો ગામમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર અને લાઈટ સહિતની સુવિધાઓ ગામમાં છે અને પ્રાથમિક શાળામાં પણ ધોરણ 1થી 5 સુધી અભ્યાસ થાય છે. તેમ જ આરોગ્ય કેન્દ્ર ઘણા વર્ષોથી બંધ (Problem of health center in Naranka village) હાલતમાં છે અને ગામના લોકોને આરોગ્યની સુવિધા માટે 5 કિમી દૂર ખાખરાળા ગામ જવું પડે છે.

આ પણ વાંચો- Gram Panchayat Elections 2021: કોંગ્રેસના ગઢ આસોદરમાં પ્રતિષ્ઠાનો જંગ

મચ્છુ 2 કેનાલ ઓવરફલો થવાથી ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે

તો ગામના યુવાન જયેશભાઈ બોખાણી જણાવે છે કે, ગામમાં બસની અનિયમિતતા છે, જેથી વિધાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડતી હોય છે. તો મચ્છુ-2 ડેમ જેની કેનાલ નારણકા ગામની સીમમાં આવે છે. જ્યારે કેનાલનો વેસ્ટ પાણી ઓવરફ્લો ખેવારિયા તથા નારણકા ગામની કમાન એરિયામાં આવી જતા જમીનમાં ઉભા પાકને નુકસાન (Problem of crop damage in Naranka village) કરે છે. તે માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે આ સમસ્યાનું નિવારણ થાય તો ગામના ખેડૂતોની ભારણ ઓછું થઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.