મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસ પ્લાન્ટથી વ્યાપક પ્રદુષણ ફેલાતું હોય જેને પગલે મામલો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સુધી પહોંચ્યો હતો અને થોડા માસ પૂર્વે એનજીટી દ્વારા કોલગેસ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધા બાદ મોરબીના ૬૦૮ સિરામિક એકમોને જીપીસીબી ઓફીસ દ્વારા નોટીસ પાઠવીને તમામ કોલગેસ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
નિવૃત હાઈકોર્ટ જજની અધ્યક્ષતા હેઠળ કમિટી રચવામાં આવી હતી. જેમાં હવા, પાણી અને જમીનમાં કોલગેસને પગલે કેટલું પ્રદુષણ ફેલાવવામાં આવ્યું છે. તેનો સર્વે કરવામાં આવ્યો હતો અને કમિટી દ્વારા સિરામિક ઝોનમાં કરેલ સર્વેમાં હવા, પાણી અને જમીનનું વ્યાપક પ્રદુષણ પ્રકાશમાં આવતા રીપોર્ટ સોપવામાં આવ્યો હતો અને નોંધાયેલા ૬૦૮ સિરામિક એકમોને પ્રતિદિન ૫૦૦૦ રૂપિયા લેખે દંડ ફટકારવાની નોટીસો શરુ કરી છે.