- મોરબીમાં સુશાસન દિવસની ઉજવણી
- ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા કરાઇ
- કૃષિ કાયદા વિશે વાત કરાઇ
મોરબીઃ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મદિવસ પ્રસંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી ખાતે પટેલ સમાજ વાડીમાં આ સમારોહ યોજાયો હતો. જેમાં ખેડૂતોના ખાતામાં સીધી સહાય ઉપરાંત અન્ય સહાય અર્પણ કરાઈ હતી, સાથે જ કૃષિ બિલ ખેડૂતોના હિતમાં હોવાની સમજ પૂરી પાડવામાં આવી હતી.
કૃષિ બિલો ખેડૂતોના હિતમાં હોવાની સમજણ આપી
મોરબીમાં પટેલ સમાજ વાડી ખાતે આયોજિત સુશાસન દિવસ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી અરવિંદભાઈ વાંસદડીયા, જીજ્ઞેશ કૈલા, જયરાજસિંહ જાડેજા, કે એસ અમૃતિયા, ભાવેશભાઈ કણઝારીયા તેમજ ડીડીઓ અને ડેપ્યુટી ડીડીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. જે કાર્યક્રમમાં કૃષિ ફિલ્મનું પ્રસારણ અને કોરોના વિષયક ફિલ્મનું પ્રસારણ કરાયું હતું.
લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી
આ ઉપરાંત લાભાર્થીઓને સ્ટેજ પર છત્રી વિતરણ, જીવામૃત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 5 લાભાર્થીને સ્ટેજ પર સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય નિભાવ ખર્ચમાં સહાય આપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાના 5 લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું હતું તો દેશના 9 કરોડ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સીધી આશરે 18 હજાર કરોડની 2 એકમ ખેડૂતોને આપવામાં આવી હતી અને સુશાસન દિવસ ઉજવાયો હતો.