જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે ખેડૂતોના પ્રશ્નો જ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. પ્રશ્નોતરી દરમિયાન ખેડૂતોને પાક વીમા અરજી માટેની સમય મર્યાદામાં વધારો કરવો, અતિવૃષ્ટિથી પાકને નુકશાન થયું, જેથી સરકાર તાત્કાલિક રાહત આપવા સહિતના મુદ્દાઓ સામાન્ય સભામાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા.
આ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. મોરબી જિલ્લાની રચના સમયે રાજકોટ જિલ્લામાંથી જે શિક્ષકોની ટ્રાન્સફર થવાની બાકી છે, તેમની ટ્રાન્સફર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે આંગણવાડીની કામગીરી અંગે પણ પૂછપરછ કરાઈ હતી.