ETV Bharat / state

મચ્છુ નદીમાં ગાંડીનું વેલનું સામ્રાજ્ય, નદી પર પથરાઈ જાજમ - Morbi Municipality

રાજ્યમાં પાણી જન્ય રોગનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે, એવામાં મોરબીની મચ્છુ નદીમાં લીલી વેલ છવાઈ ગઈ છે, જેથી ગામલોકોની માગ છે કે ગાંડી વેલનું સામ્રાજ્ય દુર કરી નદીમાં ફેલાતી ગંદકી રોકવામાં આવે જેના કારણે બિમારીઓ ફેલાઈ નહીં.

river
મચ્છુ નદીમાં ગાંડીનું વેલનું સામ્રાજ્ય, નદી પર પથરાઈ જાજમ
author img

By

Published : Sep 4, 2021, 9:44 AM IST

  • મચ્છુ નદીમાં ગાંડી વેલનુ સામ્રાજ્ય
  • ગામ લોકો વેલના કારણ પરેશાન
  • તંત્ર દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે

મોરબી: કોરોના કેસમાં ધીરે ધીરે રાજ્યમાં ઘટાડો થઈ રહ્યો છે પણ પાણીજન્ય રોગોનું પ્રમાણ વઘ્યું છે, એવામાં ચોમાસુ આવતા મચ્છુ નદીમાં લીલી વેલ થઇ ગઈ છે અને વેલની આખી જાજમ પથરાઈ ગઈ હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. જે લીલી વેલને પગલે નદીમાં કોઈ પડી ગયું હોય તેવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે અને લીલીના કારણે બિમારીઓ ફેલાવવાની પણ ભીતી ગામવાસીઓંમાં છે.

મૂર્તિ વિસર્જનમાં પણ તકલીફ

નજીકના દિવસોમાં ગણેશ મહોત્સવનો તહેવાર આવી રહ્યા છે, જે બાદ ભગવાનની મૂર્તિ વિસર્જિત નદીમાં કરવામાં આવતુ હોય છે. પરંતુ ગાંડી વેલના સામ્રાજ્યને પગલે મૂર્તિ વિસર્જન કરાય તેમ પણ નથી. નદીમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે જેથી ગંદકી ફેલાય છે જેથી તહેવારોમાં મૂર્તિ વિસર્જન, નવરાત્રીમાં ગરબા વિસર્જનને ધ્યાને લઈને નદીની ગાંડી વેલ તાત્કાલિક દુર કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

મચ્છુ નદીમાં ગાંડીનું વેલનું સામ્રાજ્ય, નદી પર પથરાઈ જાજમ

આ પણ વાંચો : તાલિબાનએ પંજશીર પર કબ્જો મેળવ્યો

આગામી દિવસોમાં વેલ દુર કરવામાં આવશે

વેલના મૂળ ઊંડા હોવાથી ભૂતકાળમાં પણ આ કામગીરી નહોતી થઈ શકી. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા જણાવે છે કે," નદીમાં ગાંડી વેલ બાબતે અમારા ધ્યાનમાં છે અને ભૂતકાળમાં વેલ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ વેલના મૂળ ઊંડા હોવાથી તે શક્ય બન્યું ના હતું પણ પાલિકા દ્વારા આગામી દિવસોમાં વેલને દુર કરવામાં આવે તો તેમાં જતું ગંદુ પાણી પણ અન્ય જગ્યાએ ઠલવાય તેવી વ્યસ્વ્થા કરવા માટેનું આયોજન કરી રહ્યા છીએ"

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પાર્કિંગ નીતિના દિશાનિર્દેશ જાહેર કરવા કહ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.