વાંકાનેરના ભરવાડપરામાં રહેણાંક મકાનમાં ચાલતું હતું જુગાર ધામ
પોલીસે 12 જુગારીઓ સહીત 1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
મોરબી: વાંકાનેરના ભરવાડપરા મેઈન રોડ પરના એક રહેણાંક મકાનમાં ચાલતા ઘોડી પાસાના જુગરધામ પર દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોને પોલીસે ઝડપી પાડીને કુલ 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના ભરવાડપરા મેઇન રોડ કબ્રસ્તાન સામે આવેલા મકાનમાં આરોપી જોગાભાઇ હમીરભાઇ સામળએ બહારથી માણસો બોલાવી ઘોડી પાસાનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે વાંકાનેર પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા જોગાભાઇ હમીરભાઇ સામળ, મનોજભાઇ ઉર્ફે નદી ભાણજીભાઇ ટમારીયા, વિપુલભાઇ જેમલભાઇ કરોત્રા, અરજણભાઇ રાઘવભાઇ ગમારા, રણછોડભાઇ મેહુરભાઇ મુંધવા, લાલાભાઇ દિનેશભાઇ લામકા, લીલાધરભાઇ બેચરભાઇ સંતોકી, અજયભાઇ કાળુભાઇ માનસુરીયા,રસીદભાઇ ગુલમામદભાઇ ગોડી, સામજીભાઇ ઉર્ફે ભીખો ભાવુભાઇ ફીસરીયા,નીલેશભાઇ ખીમજીભાઇ રાછડીયા અને પરેશભાઇ રમણીકભાઇ રાવલને રોકડા રૂ.92, 890 અને રૂ.49,000ના 11 મોબાઈલ મળી કુલ રૂપિયા.1,41,890 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.