મોરબીઃ તાલુકા પોલીસ લાઈન ખાતે આયોજિત કેમ્પમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશન મોરબી બ્રાંચના નિષ્ણાંત ડોક્ટરોની ટીમે સેવા આપી હતી. કેમ્પમાં મોરબી સીટી-A ડીવીઝન, સીટી ડીવીઝન, તાલુકા પોલીસ અને માળીયા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યોએ કેમ્પનો લાભ લીધો હતો.
કેમ્પમાં વિવિધ રોગોનું નિદાન નિષ્ણાંત ડોક્ટરોની ટીમે કર્યું હતું. પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારના આરોગ્યની જાળવણી માટે દર વર્ષે મેડીક્લ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરીએ જણાવ્યું હતું.