- માળિયા પંથકમાં અનોખી રીતે ચીટીંગ કરતી ગેંગે તરખાટ
- અમેરિકન ડોલરની સોનાના બિસ્કીટ બતાવી ટોળકી છેતરપીંડી કરતી
- LCBની ટીમે ગેંગના ત્રણ ઇસમોને મુદામાલ સાથે દબોચી લીધા
મોરબીઃ માળિયા પંથકમાં(morbi,maliya) અનોખી રીતે ચીટીંગ કરતી ગેંગે(Cheating gang) તરખાટ મચાવ્યો હતો. જેમાં અમેરિકન ડોલર અડધી કિંમતે આપવાની લાલચ આપી સોનાના બિસ્કીટ (Gold biscuits)બતાવી ટોળકી છેતરપીંડી આચરતી હતી. જે ગેંગના ત્રણ શખ્સોને(Three accused of gang arrested) પોલીસે 20 લાખથી વધુના મુદ્દામાલ (Morbi LCB team)સાથે દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ સહીત
મોરબી LCB ટીમ (Morbi LCB team)પેટ્રોલીગમાં હોય દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે મોરબીના વિસીપરામાં(Visipara of Morbi) રહેતો હાસમ કરીમ મોવર નામનો શખ્સ લાલ કલરની કારમાં માળિયા તરફ જવાનો છે. જે અગાઉ અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ બતાવી લોકો સાથે ચીટીંગ કરે છે જે બાતમીને પગલે ત્રણ શખ્સોને રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, અમેરિકન ડોલર અને પીળી ધાતુના બિસ્કીટ સાથે મળી આવતા રોકીને સઘન પૂછપરછ કરતા રોકડ, અમેરિકન ડોલર સાથે ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા છે.
સાગરીતો પોલીસ બની આવી રેઇડ કરતા
અન્ય સાગરીતો સાથે મળીને ગત તા. 17ના રોજ માળિયા તાલુકાના હરીપર ગોલાઈ પાસે બીપીન અરજણ પરમારને લક્ષ્મીનગર મોરબી વાળાને અમેરિકન ડોલર અડધી કિંમતમાં આપવાના બહાને બોલાવી અમેરિકન ડોલરનું બંડલ બતાવી તેઓ બંડલ ગણતા હતા ત્યારે અન્ય સાગરીતો પોલીસ બની આવી રેઇડ કરી હતી અને જેની પાસેથી રોકડ રૂ 4.50 લાખની રકમની છેતરપીંડી આચરી હતી. જે બાબતે માળિયા પોલીસ મથકમાં ખરાઈ કરતા ઝડપાયેલ ત્રણ આરોપી પૈકી મુકેશ ઉર્ફે લાલો તથા હાસમ કરીમ મોવર અને અજાણ્યા પાંચ ઈસમો વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
30 લાખથી વધુનો મુદામાલ પોલીસે ઝડપ્યો
LCBની ટીમે આરોપી હાસમ કરીમ મોવર (રહે વિસીપરા મોરબી), મુકેશ ઉર્ફે લાલો ખેંગાર રાણવા (રહે હાલ મોરબી) 2 ઇન્દિરાનગર અને ઈમ્તિયાઝ યુનુસ અજમેરી રહે મોરબી 2 કન્તીનગર વાળાને ઝડપી લઈને રોકડ રકમ, અમેરિકન ડોલર સહીત 20 લાખથી વધુના મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે. તો અન્ય આરોપીઓ અનવર બચું જામ (રહે વિસીપરા મોરબી), સાજીદ મોવર( રહે સુરેન્દ્રનગર), સલીમ (રહે વઢવાણ), શબ્બીર જાનમામદ (રહે વિસીપરા મોરબી) અને મહેબુબ (રહે અંજાર) એમ પાંચ આરોપીના નામો ખુલ્યા છે. જેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ચાંદખેડામાં જવેલર્સની દુકાનમાં 25 લાખની ચોરી, બાજુની દુકાન તોડી પ્રવેશતા CCTV આવ્યા સામે
આ પણ વાંચોઃ રાજસ્થાનના 46 વર્ષીય મહિલાએ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં કર્યું અંગદાન, ઘણાં દર્દીઓનું જીવન પુનઃ ખીલશે