મોરબ: જિલ્લા પોલીસે અલગ-અલગ ગુનાઓમા સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદમાં સગીરા અપહરણના ગુનામા નાસતો ફરતો આરોપી દીપક ઉર્ફે ટકો બળદેવ ઝીંઝવાડિયાને ઝડપી લઈને હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે. જ્યારે મોરબીમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા પ્રકાશ ગોવિંદભાઈ પંડિત સામે સેશન્સ કોર્ટ મોરબીમાં કેસ ચાલી જતા વર્ષ 1995માં 18 માસની કેદની સજા કરવામાં આવી હતી.
આ આરોપી ગુજરાત હાઈકોર્ટ ખાતે અપીલ કરી હતી. જે વર્ષ 2015માં નામંજૂર થઇ અને મોરબી સેશન્સ કોર્ટનો સજા હુકમ માન્ય રાખ્યો હોવાથી આરોપીને કોર્ટમાં સરન્ડર થવાનો હુકમ કરતા આરોપી કોર્ટમાં સરન્ડર થયો ના હતો અને પાંચ વર્ષથી ફરાર હોવાથી મોરબી સેશન્સ કોર્ટે વોરંટ કાઢ્યું હતું, ત્યારબાદ ફરાર આરોપી સાધુનો વેશ ધારણ કરી નાસતો ફરતો હતો. જે આરોપી પ્રકાશ ગોવિંદ પંડિતને આજે પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સેવાસદન ગેટ પાસેથી ઝડપી લઈને એ ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો હતો.
તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં આરોપી અજય ઉર્ફે પાટો નાસ્તો ફરતો હતો. જેને પોતાના ગામેથી ઝડપી લઈને તાલુકા પોલીસને સોપ્યો છે. તેમજ મોરબ તાલુકા પોલીસ મથકના અપરહણ તથા પોસ્કોના ગુનાના કામનો આરોપીને જોધપર નદી ગામમાંથી ઝડપ કાર્યવાહી હાથ ધરી છે.