મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB ઇન્ચાર્જ PI જે. એમ આલની ટીમના ભરતભાઈ મિયાત્રા, જયવંતસિંહ ગોહિલને મળેલી બાતમીને આધારે માળિયા તાલુકાના વાઘરવા ગામે તળાવની બાજુમાં વડલાના છાંયે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ જુગારીઓમાં શુરવીરસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, ધીરૂ બાલાસરા, પ્રવીણ ભોરણીયા અને પ્રકાશ બાવરવા એમ પાંચને ઝડપી લઈને 68,800 ની રોકડ જપ્ત કરી છે.
જયારે રેડ દરમિયાન આરોપી ગુણુંભા જાડેજા, વિપુલ કોળી નવા દેવળીયા તા. હળવદ વાળા નાસી ગયા હોવાથી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.