મોરબી ખેડૂતો હજારો રુપિયાના બિયારણો પોતાના ખેતરમાં વાવતા હોય છે. પરંતુ આ બિયારણો કે પછી પાકમાં નાખવાની દવાઓ જ ખોટી જ ખોટી મળે તો ખેડૂતના પૈસા અને મહેનત બન્નેનું નુકશાન થવાનું જ છે. પરંતુ જગતનો તાત એટલે સમગ્ર વિશ્વને અન્ન આપનાર દાતા સાથે અન્યાય થાય તો આવનારા દિવસોમાં એવું ના બને કે ખેડૂતો ખેતી કરતા જ બંધ થઇ જાઇ કેમકે મોરબીમાં ખેતીવાડી વિભાગ (Agriculture Department in Morbi) દ્વારા લેવામાં આવેલ ખાતરના નમુના લેવામાં આવ્યા હતા. જેમાં 28 નમુના ફેઈલ (Fertilizer sample failed Morbi) સાબિત થયા છે.
28 નમુના ફેઈલ મોરબીમાં ખેતીવાડી વિભાગ (Agriculture Department in Morbi) દ્વારા લેવામાં આવેલ ખાતરના નમુના ફેલ થયા હતા. ડુપ્લીકેટ ખાતરના કારણે ખેડૂતો ધણી વખત છેતરાયા છે. ત્યારે મોરબી ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને બાદમાં તેના નમુના લીધા બાતે ટેસ્ટીંગ માટે મોકલવામાં આવતા 28 નમુના (Fertilizer sample failed Morbi) ફેઈલ થયા હતા. 28 વિક્રેતાને નોટીસ (notice morbi to seller) આપવામાં આવી હોવાની માહિતી ખેતીવાડી વિભાગ પાસેથી મળી છે.
આ પણ વાંચો ગુજરાતમાં કમોસમી આફત, ખેડૂતો ચિંતામાં
અલગ અલગ ટીમ ખેતીવાડી વિભાગની અલગ અલગ ટીમ દ્વારા સેમ્પલ લેવાયા હતા. 22 જેટલી ટીમો દ્વારા કામગીરી કરી હતી મોરબી ખેતીવાડી વિભાગના અધિકારી પરસાણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે એ ચાલુ વર્ષ એપ્રિલથી ડિસેમ્બર માસ દરમિયાન ખેતીવાડી વિભાગની બે સ્ક્વોડ દ્વારા સમગ્ર જિલ્લામાં ખાતર, દવા અને બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ ચાલુ રાખવામાં આવી હતી. અને સેમ્પલ મેળવી પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
નમૂના ફેલ ત્યારે ડીએપી, યુરિયા અને વોટર સોલ્યુબલ ખાતરના 254 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 10 નમૂના ફેલ થયા હતા. એ જ રીતે રાસાયણિક દવાના 60 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 8 સેમ્પલ પૃથકરણમાં ફેલ થયા હતા. તેમજ કપાસ, તલ અને જીરું સહિતના 152 અલગ અલગ બિયારણના નમૂના લેવામાં આવ્યા હતા. જેની ચકાસણીમાં 11બિયારણના નમૂના ફેઈલ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો 26 જેટલા ખાતર અને દવાના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 17 ખાતર વિક્રેતા,8 રાસાયણિક દવાના વિક્રેતા તેમજ 3 બિયારણના વિક્રેતાઓને જુદી-જુદી ક્ષતિ અને ગેરરીતિ સબબ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જણાવ્યું હતું.