ETV Bharat / state

મોરબીમાં પિતા-પુત્રોએ જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યો, પોલીસે નોંધ્યો ગુનો - પિતા-પુત્રોએ જમીન પર કર્યો કબજો

મોરબીમાં આવેલા જોન્સનગરમાં પિતા અને બે પુત્રો દ્વારા બે લોકોની વેપારીની જમીન પર કબ્જો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. A ડિવીઝન પોલીસે જમીન દબાણ અંગે ત્રણેય પિતા-પુત્રો સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના જોન્સનગરમાં પિતા-પુત્રોએ જમીન પર કર્યો કબજો, પોલીસે પિતા-પુત્ર વિરૂધ નોંધ્યો ગુનો

author img

By

Published : Jul 30, 2020, 8:24 PM IST

મોરબીઃ જોન્સનગરમાં પિતા અને બે પુત્રો દ્વારા બે લોકોની વેપારીની જમીન પર કબ્જો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તો આ ત્રણ ઇસમોએ જમીન કર પણ કબ્જો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના કાયાજી પ્લોટના રહેવાસી અંબારામભાઈ પ્રાણજીવનભાઈ ભાલોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની વજેપર ગામની જમીનમાં આરોપી હુશેન સીદીક ખોડ, ઇમરાન હુશેન ખોડ અને જુસબ હુશેન ખોડ જોન્સનગર મોરબી વાળાએ કોઈપણ પરવાનગી કે, મંજૂરી વિના ગેરકાયદેસર પ્રવેશ કરી બાંધકામ કરી વંડોવાળી દબાણ કરી ધમકાવતા હોવાનું પણ જણાવ્યું છે. A ડિવીઝન પોલીસે જમીન દબાણ અંગે ત્રણેય પિતા-પુત્રો સામે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

જયારે મોરબીના રવાપર રોડ ગૌતમ સોસાયટીના રહેવાસી રામજીભાઈ હરખજીભાઇ વાઘડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની વજેપર ગામના સર્વે નંબરની જમીનમાં પ્લોટ આવેલા છે. જેમાં આરોપી હુશેન સીદીક ખોડ, જુસબ હુશેન ખોડ અને ઇમરાન હુશેન ખોડ બધા મોરબી જોન્સનગર વાળાએ ગેરકાયદેસર પ્રવેશ કરી સિમેન્ટ બેલાથી પાકું બાંધકામ કરી દબાણ કર્યું હતું.

ફરિયાદી રામજીભાઈ વાઘડીયાએ અવારનવાર કહેવા છતાં દબાણ હટાવતા ન હતા અને પ્લોટ જગ્યા ભૂલી જવા ઉડાઉ જવાબ આપી માલિકીના પ્લોટમાં દબાણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. A ડિવીઝન પોલીસે ત્રણેય પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ ચલાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.