મોરબીના જોધપુર ગામના રહેવાસી મામદહુશેનભાઈ ખોરજીયા (ઉંમર 38) શનિવારે પોતાના મોટરસાયકલ પર પુત્રી ઇરમ (ઉંમર 8) સાથે લાઠીયા ખાતે લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જતા હોય દરમિયાન યજ્ઞપુરુષનગર ગામ નજીક આઈસર અને ટ્રક અથડાયા હતા.
જે અકસ્માતમાં બાઈકસવાર મામદહુશેન ખોરજીયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભયું મોત નીપજ્યું હતું અને પુત્રી ઇરમને ગંભીર ઈજાઓ સાથે રાજકોટ હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી, પરંતુ રાજકોટ પહોંચે તે પૂર્વે જ પુત્રીએ પણ દમ તોડ્યો હતો. તેવી માહિતી વાંકાનેર તાલુકા પોલીસના ધમભા જાડેજા પાસેથી પ્રાપ્ત થઇ હતી.
લગ્નપ્રસંગે જતા પરિવારના પિતા-પુત્રીના અકસ્માતે મોત થતા સમગ્ર જોધપુર ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે.