ETV Bharat / state

માળિયા તાલુકાના છેવાડાના ગામમાં પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા

માળિયા તાલુકાના છેવાડાના ગામોમાં કેનાલ સુધી પાણી પહોંચતું નથી. દર વર્ષે ખેડૂતોને અણીના સમયે જ પાણી મળતું નથી અને ખેડૂતોને નાછૂટકે આંદોલનનો સહારો લેવાની ફરજ પડે છે માળિયા તાલુકામાં આ વર્ષે પણ આંદોલનની સ્થિતિ નિર્માણ પામી છે અનેક રજૂઆત કરીને થાકેલા ખેડૂતોએ આજે ઉપવાસ આંદોલન શરુ કર્યા છે ત્યારે માળિયા તાલુકાના ખેડૂતોને કેમ નથી મળતું સિંચાઈ માટેનું પાણી અને છતે પાણીએ ખેડૂતો કેમ વલખા મારી રહ્યા છે.

farm
માળિયા તાલુકાના છેવાડાના ગામમાં પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા
author img

By

Published : Aug 29, 2021, 1:37 PM IST

  • 14 ગામના ખેડૂતોએ જુના ધાટીલા ગામથી કેનાલ સુધી રેલી યોજી
  • કેનાલ સુધી રેલી સ્વરૂપે પહોચી ધરણા શરુ કર્યા
  • તહેવારોમાં ખેડૂતોને આંદોલન કરવું પડે તે સરકાર માટે શરમજનક

મોરબી: માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામથી ખેડૂતોએ રેલી યોજીને કેનાલ સુધી પહોંચ્યા હતા અને ઉપવાસ આંદોલન શરુ કર્યું છે. જે મામલે ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ જેન્તીભાઈ પટેલે જણાવ્યું હતું કે,"પાણી ના મળતા ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે અને પાણી ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તહેવારોમાં ખેડૂતોને આંદોલન કરવું પડે તે સરકાર માટે શરમજનક કહેવાય. સરકારમાં સંકલનનો અભાવ છે જેથી પાણી પહોંચતું નથી. જેથી ઉપવાસ આંદોલન શરુ કર્યા છે જેમાં પ્રતિદિન 10-10 ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે. કેનાલના સાયફન ભરાઈ ગયા છે અને હળવદ સુધી જ પાણી આવે છે. હળવદથી આગળ પાણી વધતું નથી જેથી સરકાર સંકલન કરે તો પાણી મળી સકે તેમ છે. જો પાણી નહિ મળે તો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવા સુધીની તૈયારી કરવામાં આવી છે"
પાણી ના મળતા નાછૂટકે આંદોલન કરવું પડ્યું

ખેડૂતોના આંદોલન મામલે ખેડૂત આગેવાન જણાવે છે કે, "પાણીની જરૂર સમયે પાણી મળતું નથી, જેથી નાછૂટકે આંદોલન કરવું પડ્યું છે. ચૂંટણી સમયે સરકાર ખેડૂતોને વચન આપે છે પણ હાલ ખેડૂતો ફોન કરે તો નેતાઓ ફોન ઉપાડતા નથી અને વાત થાય તો પણ સાચા ખોટા જવાબો આપીને પોતાની જવાબદારી ખંખેરી લે છે. ખેડૂતોની સ્થિતિ નબળી થઇ ગઈ છે અને આગામી સમયમાં જે ધિરાણ ભરવાનું થાય તે ભરી શકવા પણ સક્ષમ નથી".ખેડૂત જણાવે છે કે, "20 દિવસથી પાણી માટે માગ કરે છે ધ્રાંગધ્રા તરફ પાણીના બગાડને પગલે પાણી મળતું નથી જે મામલે જીલ્લા કલેકટર, મામલતદાર અને નર્મદા નિગમને ર્જૌઅત કરવા છતાં પાણી મળતું નથી તંત્રની મિલીભગતથી પાણી ચોરી થાય છે જેથી માળિયામાં પાણી મળતું નથી ૪ દિવસ પ્રતિક ઉપવાસ કરશે અને બાદમાં આગળની રણનીતિ તૈયાર કરાશે તેમ જણાવ્યું હતું".

માળિયા તાલુકાના છેવાડાના ગામમાં પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા

આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ COVAXINની સૌપ્રથમ બેચ કરી રિલીઝ

પાણી ના મળતા આંદોલન કરવુ પડે

માળિયા તાલુકામાંથી નર્મદા બ્રાંચ કેનાલ પસાર થાય છે છતાં દર વર્ષે ખેડૂતોને આંદોલનના માર્ગે જવું પડે છે હાલ તહેવારોની મોસમ ચાલે છે સૌ કોઈ તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત છે તો ખેડૂતો પાણી માટે આંદોલન કરી રહ્યા છે ખેડૂતો રજૂઆત કરીને થાકી ગયા છે અને ઉપવાસ આંદોલન બાદ પણ સરકારને શરમ નહિ આવે તો હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે તેમ પણ ખેડૂતો રોષભેર જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : આજે પેટ્રોલના ભાવમાં કોઈ વધારો નહીં, તહેવારો દરમિયાન લોકોને થોડી રાહત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.