- હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત
- ખેડૂતો સાથે અન્યાય મામલે મામલતદારને લેખિતમાં રજૂઆત
- ખેડૂતોને કોઈ મુદત આપવામાં આવી નથી
મોરબી : હળવદ તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને આજે ગુરુવારે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, લાકડિયા વડોદરા પ્રસ્થાપિત થતી વીજલાઈન ટાવરમાં અનેક ગામના ખેડૂતોને અન્યાય થાય છે. તેથી આવેદન પાઠવી જણાવીએ છીએ કે, મોટી વીજ લાઈન પસાર થવાથી ખેતીલાયક જમીનમાં ખેતી કરવા જવું છે કે નહિ ? તે મોટો પ્રશ્ન છે.
મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે સર્વે ગામોના ખેડૂતો હાજર
ટાવરને ખરાબાની જમીનમાં લઇ જવા વિનંતી કરી છે. તેમજ તા. 15-02ના રોજ મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે સર્વે ગામોના ખેડૂતો હાજર હતા. હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના પર્ષોતમ સબરીયા પણ હાજર રહ્યા હતા. ગામોના હુકમ ઓર્ડરમાં જણાવવામાંં આવ્યું કે, ખેડૂત મિત્રો હાજર રહેલા નથી. તેવું સાબિત કરેલું છે. જેનો અર્થ એ થાય છે કે, ખેડુતોને જાણી જોઇને અન્યાય કરાઈ રહ્યો છે.
મામલતદારને લેખિતમાં નીચે મુજબ જણાવ્યું
ખેડૂતોએ વીજપોલ માટે મામલતદાર હળવદ દ્વારા સાંભળવામાં આવેલા ત્યારે મામલતદારને લેખિતમાં નીચે મુજબ જણાવ્યું હતું.
- ટેલિગ્રાફ એક્ટની કલમ 16 (1)ની મંજુરી આપવા માટેનું પ્રોસિડીંગ જિલ્લા મેજીસ્ટ્રેટ જાતે ચલાવે નહિ કે તેના નીચેના દરજ્જાના નાયબ કલેકટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ.
- જિલ્લા મેજીસ્ટ્રેટ ખુદ વીજપોલ પ્રસ્થાપિત કરતી કંપની પાસેથી રજૂ થયેલા દરખાસ્તના તમામ દસ્તાવેજો આપવામાં આવ્યા છે. જેથી જમીનમાં કઈ જગ્યાએ લાઈન તથા વીજપોલ આવેલો છે તેનો સાચો ખ્યાલ આવી શકે.
- જિલ્લા મેજીસ્ટ્રેટ ખુદ પ્રોસિડીંગ ચલાવીને ખેડૂતોને તથા વીજટાવર પ્રસ્થાપિત કરતી કંપનીને સાથે બેસાડી પહેલા સમાધાનકારી વલણ અપનાવીને સમાધાનકારી નિર્ણય કરે તેવી માંગ કરી છે.
- ખેડૂતો દ્વારા અમારી જમીન અંગે મહત્વના પાસાઓ વગેરે દસ્તાવેજો રજૂ કરવાની તક આપે અને સાંભળવામાં આવે તેવી માંગ કરી છે.
ખેડૂતો મામલતદારને લેખિતમાં રજૂઆત કરી
ખેડૂતો સાથે અન્યાય મામલે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી. ઉપરોક્ત ઘણા મહત્વના મુદ્દે લેખિત રજૂઆત કરવા છતાં જિલ્લા મેજીસ્ટ્રેટની જગ્યાએ નીચેના દરજ્જાના નાયબ કલેક્ટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેિટ દ્વારા પ્રોસિડીંગ ચલાવવામાં આવેલા અને મામલતદાર પાસે લેખિતમાં રજૂઆત કરેલી તેવા કોઈપણ સમાધાનકારી વલણ અપનાવ્યા નહિ. ખેડુતોને અમારા ન્યાયિક હક્ક માટે લેખિતમાં વીજટાવર કંપની પાસેથી દરખાસ્ત રજૂ થયેલી તમામ દસ્તાવેજો બચાવ માટે માંગેલી હોવા છતાં આપેલી નથી.
આ પણ વાંચો : જૂનાગઢઃ મગફળી રિજેક્ટ થતા કેશોદ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતોનો હલ્લાબોલ
ખેડૂતોને કોઈ મુદ્દત આપવામાં આવી નથી
ખેડૂતો દ્વારા તા. 19-02-21ના રોજ પણ વીજટાવર કંપની પાસેથી તમામ દસ્તાવેજો અપાવ્ય બાદ જ અમો અમારી જમીનમાં કઈ જગ્યાએ વીજરેખા, વીજટાવર આવે છે તે નક્કી થઇ શકે અને તેના અનુરૂપ વાંધાઓ તેમજ રજૂઆત કરી શકાય. ત્યારબાદ ખેડૂતોને કોઈ લેખિતમાં મુદ્દત આપવામાં આવી નથી. કોઈ વીજટાવર કંપની તરફથી દસ્તાવેજો પણ પુરા પાડેલા નથી.
ખેડૂતોને સામુહિક આત્મવિલોપન કરવાની ફરજ પડશે
વીજટાવર પ્રસ્થાપિત કરતી કંપની દ્વારા ખેડૂતોને વારંવાર પોલીસ રક્ષણ લાવીને વીજ ટાવર ઉભા કરીશું તેવી ખુલ્લી ધમકીઓ આપે છે અને પુરતા વળતર અંગે મૌન છે. જેથી ખેડૂતોને કાયદાથી મળેલા અધિકારો આપવામાં ના આવે તો આજીવિકા પર અસર થશે અને ખેડૂતોને સામુહિક આત્મવિલોપન કરવાની ફરજ પડશે. જેના માટે સરકાર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા મેજીસ્ટ્રેટ જવાબદાર રહેશે.
આ પણ વાંચો : બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોએ જાતે કરી કેનાલની સફાઈ
કચ્છના 450-480નો ભાવ ચો.મી અને 1 વિઘાના 60 લાખ
લાકડિયાથી વડોદરાથી વીજ લાઈન પસાર કરવામાં આવવાની તે સ્ટંટલાઈન કંપની દ્વારા નાખવામાં આવે છે. તે 2011ની જંત્રી મુજબ 30-35 રૂપિયા ચો.મીનો ભાવ આપી રહ્યા છે. જે ખેડૂતોને સાવ મફતમાં જમીન અપાઇ રહી છે તો કચ્છના 450-480નો ભાવ ચો.મી અને 1 વિાઘાના 60 લાખ જેટલી રકમ આપવામાં આવે છે. જ્યારે મોરબી જિલ્લાના ખેડૂતોને માત્ર 30-35 લાખ રૂપિયા જ આપવામાં આવે છે. જેથી ખેડૂતો સાથે અન્યાય થઇ રહ્યો છે.
12 ગામના ખેડૂતોએ અમદાવાદ કચ્છ હાઈવે જામ કર્યો
અધિકારીઓ ખેડૂતોની વાત સંભાળતા ન હોય તેવું માનીને આજે હળવદના 12 ગામના ખેડૂતોએ અમદાવાદ કચ્છ હાઈવે જામ કર્યો હતો. જેથી ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતો પોતાની વાતને લઈને અડગ હોવાથી આ બબાતે પોલીસ અધિકારી સાથે બોલચાલી અને ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ સમજાવતા મામલો થાળે પડ્યો હતો. મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મામલતદારે પણ યોગ્ય ક્ક્ષાએ રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી.