મોરબીઃ શહેર માટે અતિ મહત્વના સમાચાર, પોઝિટિવ દર્દીનો રિપોર્ટ પ્રથમ વખત નેગેટીવ આવ્યો છે. મોરબીમાં કોરોનાનો એક માત્ર પોઝિટિવ કેસ નોંધાયો હતો. જે દર્દીની રાજકોટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
![મોરબી માટે અતિ મહત્વના સમાચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-mrb-03-corona-report-av-gj10004_26042020173322_2604f_1587902602_525.jpg)
મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા અશોકભાઈ વિવિધ રાજ્યોમાં ફરીને આવ્યા બાદમાં તેની તબિયત બગડતા રાજકોટ સારવાર અર્થે ગયા હતા. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તંત્રએ ઉમા ટાઉનશીપના રહીશોને હોમ કોરોન્ટાઈન કરાયા હતા અને પોઝિટિવ આવેલા દર્દીની સારવાર ચાલી રહી હતી.
મોરબીના પોઝિટિવ આવેલા દર્દીની 20 દિવસથી વધુ સારવાર બાદ આખરે મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે અને દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા મોરબીના તંત્રને મોટો હાશકારો થયો છે. 24 કલાક દરમિયાન દર્દીના બંને રિપોર્ટ નેગેટિવ આવેલા છે. તેવી માહિતી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત થઇ છે.
મોરબીના ત્રાજપર વિસ્તારના 7 મહિનાના બાળકને રાજકોટ સિવિલ તેમજ ત્રાજપરના એક વર્ષના બાળકને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરીને બંનેના સેમ્પલ મોકલાયા હતા. જે બંને રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જેથી તંત્રને રાહત મળી છે.