મોરબીના રહેવાસી દવે કૃષ્ણચંદ્ર નામના યુવાન ચૂંટણીકાર્ડમાં તેના નામના સ્પેલિંગમાં મિસ્ટેક હોવાથી તેમને લોકસભા ચૂંટણી પૂર્વેના મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ ભરીને ચૂંટણીકાર્ડમાં રહેલી ક્ષતિ દુર કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, અરજદારને સુધારેલુ ચૂંટણીકાર્ડ મળ્યું તેમાં અગાઉ કરતા મોટો છબરડો હતો. કારણ કે અરજદાર યુવાનનું નામ અને અટક સાચી હતી, પરંતુ પિતાનું નામ પણ કૃષ્ણચંદ્ર જ કરવામાં આવ્યું હતું.
જેથી અરજદાર પરેશાન થયો છે અને તંત્રના ગંભીર છબરડા અંગે ધ્યાન દોરવા છતાં ભૂલ સુધારવાને બદલે તંત્ર હવે લોકસભા ચૂંટણી પછી સુધારો થશે તેવો ઉડાઉ જવાબ આપી દીધો છે. ત્યારે લોકશાહીના સૌથી મોટા પર્વના નામો આપતું ચૂંટણીતંત્ર ચૂંટણીલક્ષી કામગીરી બાબતે કેટલું ગંભીર છે તે પણ સમજી શકાય તેમ છે.