ETV Bharat / state

મોરબી જિલ્લાની ધો. 6 અને 7 માં ઓછી સંખ્યા ધરાવતી 61 શાળાઓના વર્ગો મર્જ કરવા આદેશ - Morbi Education Officer

મોરબી જિલ્લામાં ધોરણ 6 અને 7 માં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી ઓછી હોય તેવી શાળાઓ મર્જ કરવા શિક્ષણાધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં મળીને 61 શાળાઓના વર્ગો મર્જ કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

Morbi district
મોરબી
author img

By

Published : Dec 2, 2020, 7:00 PM IST

  • 20 થી ઓછી સંખ્યા ધરાવતી શાળાને મર્જ કરવા શિક્ષણાધિકારીનો આદેશ
  • 61 શાળાઓના વર્ગો મર્જ કરવાની કામગીરી શરુ
  • વિદ્યાર્થી અને શિક્ષકોના હિતમાં હાથ ધરાઇ કામગીરી

મોરબી : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ કરેલ આદેશ મુજબ ધોરણ 1 થી 6 ચાલુ હોય તેવી શાળાઓ પૈકી જે શાળાઓમાં ધોરણ 6 માં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી ઓછી હોય તે શાળાઓમાં ધોરણ 6 નો વર્ગ બંધ કરવાનો રહેશે. જે શાળાઓમાં ધોરણ 6 માં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી વધુ હોય તે શાળાઓમાં ધોરણ 7 અને 8 ના ક્રમિક વર્ગો શરુ કરવાના રહેશે. તેમજ ધોરણ 1 થી 7 ચાલુ હોય તેવી શાળાઓ પૈકી જે શાળાઓમાં ધોરણ 6 અને 7 માં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી ઓછી હોય તેવી શાળાઓના ધોરણ 6 અને 7 ના વર્ગો બંધ કરવાના રહેશે.

મોરબી જિલ્લાની ધો. 6 અને 7 માં ઓછી સંખ્યા ધરાવતી 61 શાળાઓના વર્ગો મર્જ કરવા આદેશ

શાળાનું શિક્ષણ કાર્ય સારી રીતે ચાલે અને વિધાર્થીઓને પણ સારા શિક્ષકોનો લાભ મળે

આ ઉપરાંત ધોરણ 6 અને 7 માં 20 થી વધુ વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓમાં ધોરણ 8 ના ક્રમિક વર્ગ શરુ કરવાના રહેશે. તેમજ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવા ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓને વધુ શિક્ષક, વિષય શિક્ષકવાળી, વધુ સુવિધાવાળી અને શૈક્ષણિક રીતે વિશાલ ફલક પર અભ્યાસ કરવાનો અવસર મળે તેવી શાળામાં સમાવેશ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાના પાંચ તાલુકાની મળીને કુલ 61 શાળાઓના વર્ગો અને શાળાઓ મર્જ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે

શાળા મર્જ કરવા અંગે જરૂરી સુચનો

1. શાળા મર્જ કરવાની કાર્યવાહીની અમલવારી આદેશ થયાના સત્વરે કરવાની રહેશે.

2. ધો 6 કે 7 ના વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિસ્થિતિ મુજબની શાળામાં, અન્ય શાળામાં નામાંકન કરાવવાની જવાબદારી સંબંધિત શાળાના આચાર્યની રહેશે.

3. કોઈપણ વિદ્યાર્થી ડ્રોપઆઉટ ના થાય તેની તકેદારી સંબંધિત શાળાના આચાર્યે રાખવાની રહેશે.

4. વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટશન જરૂરિયાત જણાય તો નિયત નમુના મુજબ સીઆરસી, બીઆરસી કો ઓર્ડીનેટર મારફત દરખાસ્ત કરાવવાની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.