તો આ પ્રક્રિયામાં પોલીસ વિભાગ દ્વારા CRPC ઍક્ટ હેઠળ કુલ 3,333 અટકાયતી પગલા લેવામાં આવ્યાં છે. તો આ સાથે જ પાસાના કુલ 18 અને તડીપારના કુલ 21 દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાંથી પાસા હેઠળ 5 ઈસમો તેમજ તડીપાર હેઠળ 5 ઈસમોની અટકાયત કરવામાં આવી છે.
આ ઉપરાંત પ્રોહિબીશન ધારા હેઠળ કુલ 131 કેસનોંધાયા છે. જેમાં વાહન તેમજ અન્ય મુદામાલ સહિત કુલ 21,35,580 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર જિલ્લામાંથી કુલ 905 પરવાનાવાળા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યા છે. ઉપરાંત 3 ઈસમો પાસેથી ગેરકાયદેસર હથિયાર કબજે લઇ આર્મ્સ ઍક્ટ મુજબ 3 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી રોકવા રાઉન્ડ ધી કલોક કુલ 13 ચૅક પૉસ્ટ ઉભી કરી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં પોલીસ અધિકારી, કર્મચારી અને SRPF ગૃપના પોલીસને ચુંટણીલક્ષી ફરજ અંગે તાલીમ આપવામાં આવી છે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની કંપનીઓ તેમજ પોલીસ દ્વારા જિલ્લાના સંવેદનશીલ મથકો અને અસુરક્ષિત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવશે.