મોરબીઃ રાજકોટ અને મોરબી જિલ્લામાં વર્ષો સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પ્રોજેકટ કો. ઓર્ડીનેટર, પ્રાચાર્ય અને નાયબ નિયામક, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તરીકે વર્ષો સુધી વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવનાર ડૉ. ચેતનાબેન વ્યાસ વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. જે પ્રસંગે તેમને જિલ્લાના તમામ શિક્ષકોવતી નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી હતી.
ડૉ. ચેતનાબેન વ્યાસે પોતાના કાર્યકાળ દરમિયાન રાજકોટ અને મોરબી જિલ્લાની 1200 સરકારી શાળા અને 890 ખાનગી શાળાનું સફળ સંચાલન કર્યુ છે. તેમજ સાહિત્ય ક્ષેત્રે પણ કલમ ચાલવીને પુસ્તકોનું સર્જન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે જાહેર કાર્યક્રમ રાખી શકાતો ન હોવાથી રૂબરૂ ઘરે પહોંચીને ઘનશ્યામભાઈ દેથરીયા, દિનેશભાઈ હુંબલ, દિનેશભાઈ વડસોલા, ભરતભાઈ રાજકોટિયા, અશોકભાઈ સતાસીયા વગેરે મોરબી જિલ્લાના પૂર્વ બી.આર.સી. કો.ઓરડીનેટરે બહેનને વિદાય સન્માન પત્ર, સાલ અને ગણેશજીની મૂર્તિ અર્પણ કરી હતી.
સમગ્ર મોરબી જિલ્લાના 3700 શિક્ષકો વતી બહેનને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બદલે ચેતનાબેને તમામ સારસ્વત શિક્ષકોની લાગણીને વધાવી લીધી એમના કાર્યકાળ દરમિયાન સહભાગી થનાર સૌનો આભાર પ્રગટ કર્યો હતો.