ETV Bharat / state

સેવા હી સંગઠન કાર્યકર્મ અંતર્ગત કોરોના વોરિયર્સનું જિલ્લા ભાજપે સન્માન કર્યું - latest news of morbi

મોરબીમાં તાલુકા ભાજપ દ્વારા ‘સેવા હી સંગઠન’ કાર્યક્રમ અંતર્ગત રવાપર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

સેવા હી સંગઠન કાર્યકર્મ અંતર્ગત કોરોના વોરિયર્સનું જિલ્લા ભાજપે સન્માન કર્યું

author img

By

Published : May 31, 2021, 3:47 PM IST

  • કોરોના વોરિયર્સનું જિલ્લા ભાજપે સન્માન કર્યુંં
  • સરકારના 7 વર્ષ પૂર્ણ થતા વિવિધ સેવાકીય કાર્યક્રમો
  • રવાપર આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા ડૉક્ટર સહિતના સ્ટાફનું સન્માન

મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 7 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે ‘સેવા હી સંગઠન’ અંતર્ગત મોરબી તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીના રવાપર ગામ ખાતે રવાપર આરોગ્ય કેન્દ્રમાં સેવા આપતા આરોગ્ય અધિકારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર જાગૃતિ ગાંભવા, આયુષ મેડિકલ ઓફિસર ડૉ.જયેશ રામાવત, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર પટેલ પ્રજ્ઞેશ, FHW વકાલીયા સલોમી, MPHW બસિયા ભાવેશ, MPHS રાંકજા દિનેશભાઈ અને FHS ઝાલા ગુણવતબાનું જિલ્લા ભાજપ ટીમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ મોદી સરકારના 7 વર્ષ બેમિસાલ, દમણ ભાજપના રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું

ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત

તેમજ આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ કરાવવા માટે આવતા લોકોને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથારિયા,તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડીયા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં ભાજપ દ્વારા સ્માર્ટફોન વિતરણ કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.