ETV Bharat / state

મોરબીમાં યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા પરપ્રાંતીયોને રાશનકીટનુ વિતરણ - yang india grup

સમગ્ર દેશમાં કોરનાના કારણે લોકડાઉન છે ત્યારે મોરબીના કબીર ટેકરીમાં આવેલા વિસ્તારમાં 200થી વધુ પરપ્રાંતીયોને યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા રાશનકીટ વિતરણ કરવામાં આવી હતી. આ શ્રમિકોની ઓરડીઓના માલિક યોગશે અગેચણિયા દ્વારા પણ ભાડા માફી અને અન્ય જરૂરી સહાયતા કરાઈ હતી.

etv bharat
મોરબીમાં યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા પરપ્રાંતીય મજૂરોને રાશનકીટનુ વિતરણ
author img

By

Published : Apr 16, 2020, 5:13 PM IST

મોરબીઃ જિલ્લાના કબીર ટેકરીમાં આવેલા વિસ્તારમાં 200થી વધુ પરપ્રાંતીય મજૂરો ભાડેની ઓરડીઓમાં રહે છે. આ મુજરોને પ્રથમ લોકડાઉનની શરૂઆતમાં મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા રાશનકીટનુ વિતરણ કરાયુ હતું. તેમજ આ મજૂરોની ઓરડીઓના માલીક યોગશ અગેચણિયા દ્વારા પણ ભાડા માફી અને અન્ય જરૂરી સહાયતા કરાઈ હતી.

પરંતુ લોકડાઉન લંબાતા આ વિસ્તારના મજૂરોને ફરીથી રાશનની તકલીફ સર્જાઈ હોવાનું ઓરડીના માલિક દ્વારા યંગ ઇન્ડિયા ગ્રૂપને બુધવારે રાત્રીના જાણ કરાઈ હતી. જેથી ગુરૂવારે સવારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ મજૂરોને ચાર દિવસની રાશન કીટ પોહચડવાની વ્યવસ્થા કરાઈ હતી. અને ત્યારબાદ જરૂર જણાયે આ મજૂરો માટે જમવાની વ્યવસ્થા કરવાની ખાત્રી આપવામાં આવી હતી. જોકે આ દરમિયાન આ વિસ્તારના મજૂરોએ સરકાર પાસે મદદ અને તેમના વતન પંહોચાડવાની માંગણી કરતો વિડિઓ વાયરલ કર્યો હતો. જેથી આ મજૂરોનો મદદ માટેનો વીડિયો મેસેજથી સ્થાનિક તંત્ર પણ આ શ્રમિકો પાસે પહોંચ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.