મોરબીઃ તાલુકાના આમરણ ગામ નજીક આવેલા રાજાશાહી વખતનો પુલ બિસ્માર હાલતમાં છે અને પુલના ઉપરના ભાગે તો ગાબડા તો પુલની રેલીંગ પર તૂટેલી છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે. જેથી પુલ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે પુલની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે. હાલ જે પુલ જર્જરિત છે તેનાથી 2 કિમી પહેલા આવેલ પુલ એક વર્ષ આગાઉ તૂટી પડ્યો હતો. વાહનવ્યવહારને મોટી અસર થઇ હતી. જો કે, તેમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી તો જે પુલ પરથી હાઈવે પસાર થાય છે. કંડલા અને જામનગરને જોડતો મુખ્ય રોડ છે જર્જરિત પુલ પર કોઈ દુર્ઘટના ઘટે તો વાહનવ્યવહાર પર મોટી અસર પડશે.
મોરબી RNB વિભાગ જણાવ્યું કે, પુલમાં મેન્ટેનન્સ કામની જરૂર હોય તે વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. પરંતુ ચોમાસાની શરૂઆત થઇ હોવા છતાં હજુ પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી નથી. તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે.