ETV Bharat / state

મોરબી-જામનગર, વાંકાનેર-જામનગર વાયા ટંકારા બસ રૂટ શરૂ કરવાની માંગ

ટંકારા તાલુકાના નેકનામ ગામના રહીશોના લાભાર્થે મોરબી-જામનગર અને વાંકાનેર-જામનગર બસ વાયા ટંકારા નેકનામ રૂટમાં શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

Demand to start bus route Morbi-Jamnagar, Wankaner-Jamnagar via Tankara
મોરબી-જામનગર, વાંકાનેર-જામનગર વાયા ટંકારા બસ રૂટ શરુ કરવાની માંગ
author img

By

Published : Jun 16, 2020, 4:34 PM IST

મોરબીઃ ટંકારા તાલુકાના નેકનામ ગામના રહીશોના લાભાર્થે મોરબી-જામનગર અને વાંકાનેર-જામનગર બસ વાયા ટંકારા નેકનામ રૂટમાં શરુ કરવાની માંગ કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના નેકનામ ગામના અગ્રણી અજીતસિંહ ઝાલા, યુવા કાર્યકર સુરેશભાઈ રૈયાણી, હમીરપરના માજી સરપંચ ગોરધનભાઈ ચીકણીએ મોરબી-જામનગર તથા વાંકાનેર-જામનગર વાયા ટંકારા નેકનામની બસ રૂટ શરૂ કરવાની તેમ જ હમીરપર, નેકનામ ગામે એસ.ટી બસ સ્ટોપ આપવાની માંગ કરી છે.

લૉકડાઉન પહેલા આ રૂટ ઉપર વાંકાનેર તથા મોરબી ડેપોની બસો ચાલુ હતી. લૉકડાઉન ખુલ્યાને 15 દિવસ બાદ પણ આ બસો ચાલુ કરવામાં આવી નથી. પરિણામે નેકનામ વિસ્તારના 8 ગામના લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. ગામડાના મુસાફરો ખાનગી વાહનોમાં લૂંટાય છે. ગામડાના લોકોની લૉકડાઉનમાં રોજીરોટી છીનવાઇ ગઇ હતી. ત્યારે બસો ચાલુ ન થતા ગામડાના લોકોને મોટો આર્થિક માર સહન કરવો પડે છે. જેથી તાત્કાલિક બસ રૂટ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.