ETV Bharat / state

કચ્છના નાના રણમાં ભરતી નિયંત્રક યોજના દ્વારા સિંચાઈ સુવિધાની માંગ

મોરબીઃ જગતનો તાત મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે અને ચારેબાજુ પીવાના પાણીના પોકારો સંભળાય રહ્યા છે. ખેતીલાયક જમીન બિનખેતીમાં ફેરવાઈને મકાનો અને ફેક્ટરી બની રહી છે, ત્યારે ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવા માટે કચ્છ નાના રણમાં ભરતી નિયંત્રક યોજના બનાવીને સૌરાષ્ટ્ર-કચ્છને સિંચાઈની સુવિધા આપવાની માંગ કરવામાં આવી છે.

કચ્છના નાના રણમાં ભરતી નિયંત્રક યોજના બનાવી સિંચાઈ સુવિધાની માંગ
author img

By

Published : Jun 28, 2019, 10:30 PM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મંત્રી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના સિંચાઈ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લા અને કચ્છને જોડતા વચ્ચે જે કચ્છનું નાનું રણ કહેવાય છે. તે વિસ્તાર લાખો એકરનો છે અને આ વિસ્તારમાં હાલ કોઈ એવી યોજના નથી કે જેના વડે આ બિન ઉપયોગી જગ્યામાં પાણી રહે અને તેનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છને મળે. જો સરકાર આ બાબતે યોગ્ય ઈન્વેસ્ટીગેશન કરાવે તો અહીં સરકાર દ્વારા વિચારાધીન કલ્પસર જેવી યોજના ખૂબ જ ઓછા ખર્ચે બની શકે તેમ છે.

આ યોજના બનતા લાખો મિલિયન ક્યુબીક ફીટ મીઠા પાણીનો જથ્થો સ્ટોરેજ થઇ શકે તેમ છે. જે મીઠુ પાણી સિંચાઈના ઉપયોગમાં લઇ શકાશે અને બીજો ફાયદો એ થશે કે હાલમાં દરિયાના પાણીના કારણે જે ખેતીલાયક જમીનમાં ખારાશ આવી રહી છે, તેને પણ રોકી શકાશે. આ બાબતે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ યોજનાથી આ વિસ્તારના ઘણા ગામોને મોટો ફાયદો થશે. હાલ આ વિસ્તારના ગામોના લોકો રોજીરોટીના અભાવે પોતાના ગામ છોડીને શહેર તરફ હિજરત કરી રહ્યા છે, તેઓ પાછા પોતાના ગામમાં આવશે.

લોકોને પોતાના જ ગામમાં પોતાની ખેતીની જમીન દ્વારા રોજી રોટી મળી રહેશે. રાષ્ટ્ર માટે જે અગત્યનું છે જેમ કે, અનાજ, શાકભાજી, ફળફૂલ અને દૂધ વગેરેનું ઉત્પાદન વધશે અને ખેડૂતો સધ્ધર થશે. જેથી યોજના વિષે યોગ્ય વિચારણા કરી અમલમાં મુકવાની માંગ કરવામાં આવી હતી.

R_GJ_MRB_04_28JUN_SINCHAI_MINISTER_RAJUAT_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_28JUN_SINCHAI_MINISTER_RAJUAT_SCRIPT_AV_RAVI

કચ્છના નાના રણમાં ભરતી નિયંત્રક યોજના બનાવી સિંચાઈ સુવિધાની માંગ

યોજનાથી સૌરાષ્ટ્ર-કચ્છને સિંચાઈનો લાભ મળી સકે

        હાલ જગતનો તાત મેઘરાજાની રાહ જોઈ રહ્યો છે અને ચારેબાજુ પીવાના પાણીના પોકારો સંભળાય રહ્યા છે ખેતીલાયક જમીન બિનખેતીમાં ફેરવાઈ મકાનો અને ફેક્ટરી બની રહી છે ત્યારે ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવા માટે કચ્છ નાના રણમાં ભરતી નિયંત્રક યોજના બનાવીને સૌરાષ્ટ્ર-કચ્છને સિંચાઈની સુવિધા આપવાની માંગ કરાઈ છે 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મંત્રી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના સિંચાઈ મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લા અને કચ્છને જોડતા વચ્ચે જે કચ્છનું નાનું રણ કહેવાય છે. તે વિસ્તાર લાખો એકરનો છે. અને આ વિસ્તારમાં હાલ કોઈ એવી યોજના નથી કે જેના વડે આ બિન ઉપયોગી જગ્યામાં પાણી રહે અને તેનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છને મળે. જો સરકાર આ બાબતે યોગ્ય ઈન્વેસ્ટીગેશન કરાવે તો અહી સરકાર દ્વારા વિચારાધીન કલ્પસર જેવી યોજના ખુબજ ઓછા ખર્ચે બની શકે તેમ છે. આ યોજના બનતા લાખો મિલિયન ક્યુબીક ફીટ મીઠા પાણીનો જથ્થો સ્ટોરેજ થઇ શકે તેમ છે, જે મીઠું પાણી સિંચાઈના ઉપયોગમાં લઇ શકાશે અને બીજો ફાયદો એ થશે કે હાલમાં દરિયાના પાણીના કારણે જે ખેતીલાયક જમીનમાં ખારાશ આવી રહી છે તેને પણ રોકી શકાશે. આ બાબતે  અગાઉ પણ સરકારમાં રજૂઆત કરેલ છે. આ યોજનાથી આ વિસ્તારના ઘણા ગામોને મોટો ફાયદો થશે. હાલ આ વિસ્તારના ગામોના લોકો રોજીરોટીના અભાવે પોતાના ગામ છોડીને શહેર તરફ હિજરત કરી રહ્યા છે તેઓ પાછા પોતાના ગામમાં આવશે. લોકો ને પોતાના જ ગામમાં પોતાની ખેતીની જમીન દ્વારા રોજી રોટી મળી રહેશે. રાષ્ટ્ર માટે જે અગત્ય નું છે જેવું કે અનાજ, શાકભાજી, ફળફૂલ અને દૂધ વગેરે નું ઉત્પાદન વધશે. ખેડૂતો સધ્ધર થશે. જેથી યોજના વિષે યોગ્ય વિચારણા કરી અમલમાં મુકવાની માંગ કરી છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.