મોરબી : તાલુકાના ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદીનું રજીસ્ટેશન મોરબી ખાતે શરુ કરવામાં આવ્યું છે. જેની છેલ્લા ૫ દિવસથી ખરીદી શરુ કરવામાં આવી છે, પરંતુ છેલ્લા ૩ દિવસથી ખેડૂતોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે.
દરોરોજ ૩૦થી ૪૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવી છે. જે ખેડૂતોએ તડકામાં ઉભા રહીને પોતાના મોબાઈલથી નેટ શરુ કરી નોંધણી કરાવી પડે તેવી સ્થિતિ આવી છે. જે મામલે આજે ખરીદી કેન્દ્ર પર ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. આ સમગ્ર હલ્લાબોલની જાણ ધારાસભ્ય લલિત કગથરાને થતા તે પણ દોડી આવ્યા હતાં.
જો કે એક પણ અધિકારી ત્યાં હાજર ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને અધિકારીઓ સાથે ધારાસભ્ય લલીતભાઈએ ટેલીફોનીક રજૂઆત કરી તાકીદે વધારે કોમ્પ્યુટર રાખવા અને ઇન્ટરનેટની સુવિધા રાખવા માટે જણાવ્યું હતું. આ તકે ખેડૂતનું માનવું છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી તો શરુ કરવામાં આવી છે, પરંતુ ઇન્ટરનેટ, કોમ્પ્યુટર સહિતની સુવિધા આપવામાં ન આવતા ખેડૂતને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. તો આવા તડકામાં પાણીની પણ સુવિધા ન હોવાથી ખેડૂતો બેહાલ બન્યા છે.