- મોરબી-રાજકોટ હાઈવે પર બ્રિજના કામમાં ડાયવર્ઝન રીપેરીંગ કરવાની માગ કરાઈ
- વાહનોચાલકોને હાલાકીનો સામનો
- તાત્કાલિક ધોરણે રીપેરીંગની મોરબીવાસીઓની માગ
મોરબી: રાજકોટ હાઈવેનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. જેમાં ઓવરબ્રિજ કામ ગોકળગતિએ ચાલતું હોય અને ડાયવર્ઝન કાઢવામાં આવ્યા હોવાથી તે ખુબ ખરાબ હાલતમાં છે. ડાયવર્ઝનમાં મોટા ખાડાઓ પડેલા છે. જેથી ટ્રાફિક જામ થાય છે અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી ડાયવર્ઝનને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા માગ કરી છે.
હાઈવે પર ખાડાના કારણે વાહનોમાં પણ નુકશાની આવે છે
આ ઉપરાંત નવો બનેલો રોડ પણ અમુક જગ્યાએથી તૂટી ગયો છે. જેને પણ તાત્કાલિક રીપેરીંગ કરવાની જરૂરત હોવાથી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. હાલ વરસાદી સીઝન ચાલી રહી છે. જેથી હાઈવે પર ખાડાના કારણે વાહનોમાં પણ નુકશાની આવતી હોય છે.