ETV Bharat / state

Cyclone Biparjoy :વાવાઝોડામાં નવલખી બંદરે દરિયાના મોજા ઉછળ્યા, મોરબીમાં ભારે પવન સાથે વરસાદ - નવલખી બંદરે 10 નંબરનું ભયસૂચક સિગ્નલ

બિપરજોય વાવાઝોડાની અસરો વર્તાવાનું મોરબીમાં ગુરુવારે બપોર બાદ શરુ થઇ ગયું હતું. જેમાં મોરબી અને માળિયામાં વરસાદ વરસ્યો હતો તો નવલખી બંદરે તેજ પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. નવલખી બંદરે 10 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે

Cyclone Biparjoy :વાવાઝોડામાં નવલખી બંદરે દરિયાના મોજા ઉછળ્યા, મોરબીમાં ભારે પવન સાથે વરસાદ

author img

By

Published : Jun 15, 2023, 8:43 PM IST

મોરબી : બિપરજોય વાવાઝોડામાં મોરબી શહેરમાં બપોરે થોડી થોડી વારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે સાથે પવનનું પણ જોર હોવાથી વાતાવરણ ચિંતાજનક જોવા મળ્યું હતું બપોરે વરસાદી માહોલથી મોરબીમાં કર્ફ્યું જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આજે વાવાઝોડાની આગાહીને પગલે સાવચેતીના ભાગરૂપે મોટાભાગની બજારો બંધ જોવા મળી રહી છે તો માળિયામાં પણ સવારે વરસાદ વરસ્યો હતો અને દરિયાના મોજા સતત ઉછાળા મારી રહ્યા છે અને વાવાઝોડાની અસર દેખાઈ રહી છે
મોરબી-ટંકારા અને માળિયામાં પ્રસૃતિ : વાવાઝોડાને ધ્યાને લઈને સગર્ભા મહિલાઓને અગાઉ જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હોય ત્યારે વાવાઝોડાના ખતરા વચ્ચે મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાં ૩ સગર્ભાની સફળ પ્રસૃતિ કરવામાં આવી છે. જેમાં ત્રણ તાલુકામાં ત્રણ સગર્ભાની સફળ પ્રસૃતિ કરાઈ હતૂ.

વહેલી ડિલિવરી : માળિયા તાલુકાના દરિયાકાંઠે વસતા સગર્ભા બહેનોને ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતાં. જેમાં એક સગર્ભા બહેનની ડિલિવરી ની તારીખ 22 જુન હતી પરંતુ તેની આરોગ્ય તપાસ કરતા ડીલીવરી થઇ શકે તેમ હોવાથી ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે. જયારે મોરબી તાલુકાના ખરેડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રહેલા સગર્ભા બહેનની ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી.

વાવાઝોડા વચ્ચે કાર્યરત ટીમો
વાવાઝોડા વચ્ચે કાર્યરત ટીમો

સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ : તે ઉપરાંત ટંકારાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ એક સગર્ભાની સફળ ડીલીવરી કરવામાં આવી હતી વાવાઝોડાના ખતરાને પગલે સગર્ભાને અગાઉ જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવી હતી ત્યારે તાલુકા હેલ્થ સુપરવાઈઝર અને આજે બપોરે સફળ પ્રસૃતિ કરવામાં આવી હતી

ચાલુ વરસાદે વીજ પોલ રિપેરની કામગીરી : બિપરજોય વાવાઝોડાના પગલે પીપળીયા ચાર રસ્તા નજીક બરવાળા ફીડર હેઠળની વીજલાઈન પોલ નમી ગયા હતા. જેના કારણે પીજીવીસીએલની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને ચાલુ વરસાદે કામગીરી શરૂ કરી છે. ચાલુ વરસાદમાં કોન્ટ્રાક્ટર અને કામદારોએ વીજ પુરવઠો પૂર્વવત કરવાના કાર્યમાં જોડાઈ ગયા છે. ટીમને પોલ નમી ગયાની જાણ થતા જ તાત્કાલિક અહીં પહોંચીને ટ્રેક્ટર, ક્રેન સહિતના અદ્યતન સાધન સામગ્રીથી સમારકામની કામગીરી ચાલુ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.

મોરબીની શાળાઓમાં વધુ બે દિવસની રજા જાહેર : બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈને મોરબીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે હજુ પણ સ્થિતિ સામાન્ય થાય તેવું લાગતું નથી. જેને ધ્યાને લઈને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા વધુ બે દિવસની રજા જાહેર કરવામા આવી છે. જેથી 16 અને 17જુનના શાળામાં રજા રહેશે. જેથી વિદ્યાર્થીઓને શાળાએ જવાનું રહેશે નહીં. જોકે શિક્ષકોએ ફરજીયાત હેડ ક્વાર્ટર પર હાજરી આપવા આદેશ કરવામાં આવ્યો છે.

બજારો પણ બપોર બાદ બંધ : આજે વાવાઝોડાની સંભાવનાને પગલે જિલ્લા કલેકટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ મોરબીના વેપારીઓને અપીલ કરી હતી જેને પગલે બપોર બાદ મોટાભાગની બજાર બંધ જોવા મળી હતી તો નાગરિકોને પણ બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

  1. Cyclone Biparjoy Landfall Update : બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ પાસે લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ : હવામાન વિભાગ
  2. Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું જખૌથી 100 કિલોમીટર દૂર, CM ભૂપેન્દ્ર પટેલે સરકારની કામગીરીની કરી સમીક્ષા
  3. Cyclone Biparjoy: કચ્છના અબડાસામાં વરસાદ સાથે દરિયામાં જોવા મળ્યો કરંટ, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.