મોરબીમાં એલ.ઇ.ક\લેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર હસ્તકના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા હસ્ત કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વંશપરંપરાગત ક્લાને જીવંત રાખવાના અને કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવાનો મુખ્ય હેતુ હતો. તેમજ રાજ્યના ભાતીગળ અને વૈવિંધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશન કરવાનો છે.
તો મેળાના વ્યવસ્થાપક જણાવ્યું હતું કે દિવાળીના સમયે લોકો ખરીદી કરતાં હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના કારીગરોની વિવિધ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આ પ્રકારના મેળાઓ શ્રેષ્ઠ સાબિત થઇ રહ્યા છે.
વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે આ મેળામાં 50 જેટલા સ્ટોલ પર વિવિધ આઇટમો અને કૃતિઓનું વેચાણ સહ પ્રદર્શનનું આયોજન કરાયું છે. મેળામાં રાજ્યના માન્યતા પ્રાપ્ત મહિલા કારીગરોને પોતાની વસ્તુઓના વેચાણ માટે માર્કેટ પૂરું પાડે છે. આ મેળામાં વડોદરા, સુરત, રાજકોટ, દાહોદ, ઉત્તર ગુજરાત સહિત જિલ્લાઓમાંથી હસ્તકલાના કારીગરો ઘર સજાવટ સહિત અનેક પ્રકારની વિવિધ આઈટમો વેચાણ માટે ઉપલબ્ધ કરાવી રહ્યા છે.તેમજ સ્ટોલ ધરાક મહિલાઓ જણાવી રહી છે કે આ મેળામાં વેપાર પણ સારો થયો છે અને મહિલાઓને રોજગારી આપતું અને પ્રોત્સાહન આપવા માંગતો ઉત્તમ પ્રયાસ છે.