- રણછોડગઢ બેઠક ભાજપનો ભગવો લહેરાવ્યો
- ત્રાજપર બેઠક પર કોંગ્રેસે ફરી સત્તા હાંસલ કરી
- ત્રાજપર-2 અને રણછોડગઢ બેઠક પર મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી
મોરબી : મોરબી તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રાજપર-2 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 54.84 ટકા જેવું મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જો કે ગત ટર્મમાં આ બેઠક કોંગ્રેસના હાથમાં હતી. અને આ પેટા ચૂંટણીમાં પણ ત્રાજપર બેઠક કોંગ્રેસના હાથમાં આવી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જલાભાઈ જેસાભાઈ ડાભીને ૧૯૬૫ મત મળ્યા છે, તો ભાજપના ઉમેદવાર દેવજીભાઈ વરાણીયાને ૮૮૦ મત મળ્યા છે. અને નોટામાં ૫૩ મત પડ્યા છે. આમ ફરી કોંગ્રેસે આ સીટ જાળવી રાખી છે.
ત્રાજપર બેઠક પર કોંગ્રેસનો પંજો તો, હળવદની રણછોડગઢ બેઠક ભાજપનો ભગવો લહેરાવ્યો
રણછોડગઢ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, ભાજપના હર્ષાબેન કોપેણીયા વિજેતા થયા, જ્યારે હળવદના રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. આ બેઠક ઉપર ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રીપાંખીયો જંગ હતો. પણ આ બેઠકમાં કમળ ખીલ્યું છે. જેમાં ભાજપના ઉમેદવાર હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા વિજેતા બન્યા છે. જ્યારે ત્રાજપર બેઠક પર કોંગેસના ઉમેદવાર જલાભાઇ ડાભી વિજેતા થયા છે.
આ પણ વાંચો : GMC Result Live Update : ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ અને આપનો સફાયો
આ પણ વાંચો : ગાંધીનગર વોર્ડ 7 માં ભાજપની પેનલનો વિજય : હવે 5 વર્ષ પરીક્ષા, માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે