- ઢવાણા ગામે સિંચાઈ વિભાગની જમીન પચાવ્યાનો આરોપ
- શીરોઈ નવાતળની જમીન રાજકોટ હસ્તકની જમીન પચાવી
- ગેરકાયદેસર જમીન પર મકાનો બનાવી નાખ્યા
મોરબી: હળવદ તાલુકાના ઢવાણા ગામમાં સિંચાઈ વિભાગ હસ્તકની સરકારી જમીન પચાવી પાડવા માટે હળવદ તાલુકા ભાજપ મહામંત્રી સહીત 6 સામે જમીન પચાવી પાડવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
DySP ચલાવી રહ્યા છે ઘટનાની તપાસ
હળવદ કચેરી સિંચાઈ પેટા વિભાગ ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર કિશનભાઈ લીમ્બડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, કાળુ માવજી, વનરાજ રૂપા, પ્રતાપભાઈ માવજી, વિજય રૂપા, અનિલ અમરશી અને ભાજપ મહામંત્રી સંજય રૂપાએ શીરોઈ નવા ગામતળની જમીન નાયબ કલેકટર જમીન સંપાદન અને પુનઃ વસવાટ સિંચાઈ રાજકોટ હસ્તકની સરકારની છે. જે જમીનમાં આવેલા પ્લોટ નંબર 32થી 39ની જમીન પર ગેરકાયદેસર કબજો કરી જમીન પર મકાનો બનાવી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ DySP ચલાવી રહ્યા છે.