ETV Bharat / state

મોરબી-માળિયા બેઠકની પેટા ચૂંટણી મામલે કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ - Press conference by Morbi Collector

મોરબી-માળિયા બેઠકની પેટા ચૂંટણી મામલે કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કોરોના મહામારીને પગલે મતદારોની મહત્તમ સંખ્યા 1000 રાખવાની સુચના આપવામાં આવી છે.

મોરબી-માળિયા બેઠકની પેટા ચૂંટણી મામલે કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ

author img

By

Published : Oct 3, 2020, 12:51 PM IST

મોરબીઃ મોરબી-માળિયા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી મામલે કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મોરબી-માળિયા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 412 મતદાન મથકો છે. જયારે 121 પુરક મતદાન મથક અને 65 ક્રીટીકલ મતદાન મથકોનો સમાવેશ થયો છે.

કોરોના મહામારીને પગલે મતદાન મથકદીઠ મતદારોની મહત્તમ સંખ્યા 1000 રાખવાની સુચના આપવામાં આવી છે. જયારે વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લામાં વિવિધ કામગીરી જેવી કે, સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચુંટણીખર્ચ, કાયદો અને વ્યવસ્થા પર દેખરેખ માટે 18 નોડલ ઓફિસરોની નિમણુંક કરાઈ છે.

મોરબી-માળિયા બેઠકની પેટા ચૂંટણી મામલે કલેકટરે યોજી પ્રેસ કોન્ફરન્સ

આ ઉપરાંચ 1 હેલીપેડ નોડલ, 1 આરોગ્ય નોડલ અને 1 ડીસીસી નોડલની નિમણુંક કરવામાં આવી છે. વિધાનસભા મત વિભાગ માટે કુલ મતદાન મથકો 412 માટે અંદાજે 1910 મતદાન સ્ટાફની જરૂરિયાત રહેશે. કોરોનાને ધ્યાને લઈને 200 ટકા સ્ટાફની જરૂરીયાત પ્રમાણે 3840 મતદાન સ્ટાફની જરૂરિયાત સામે સ્ટાફ ડેટા બેજ મુજબ કુલ 3900 સ્ટાફની વિગતો મેળવવામાં આવી છે. સ્ટાફની અવરજવર માટે 99 ST બસોનો ઉપયોગ કરવામાં આવશે.

પેટા ચૂંટણી અંતર્ગત 6-10 ના રોજ જિલ્લાના તમામ નોડલ અધિકારી, ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીને ચૂંટણીને લગતી વિવિધ કામગીરીની તાલીમ તેમજ તમામ નોડલ સાથે આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે સમીક્ષા બેઠક રાખી ચુસ્ત પાલન કરવા જણાવવામાં આવશે, જયારે મત ગણતરી 10-11-2020 ના રોજ પોલિટેકનીક કોલેજ, ઘૂટું રોડ મોરબી ખાતેના બિલ્ડીંગમાં કરવામાં આવશે.

વધુમાં જણાવીએ તો 1-1-2020ની લાયકાતની તારીખ મુજબ તા. 7-2-2020ના રોજ પ્રસિદ્ધ મતદાર યાદી મુજબ મતદારોની સંખ્યામાં પુરુષ મતદારો 1,41,583 અને મહિલા મતદારો 1,29,322 અને અન્ય 1 સહિત કુલ 2,70,906 મતદારો છે. જેમાં 1547 દિવ્યાંગ મતદારો છે. જયારે 80 વર્ષ ઉપરના 5113 મતદારો નોંધાયા છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં બેલેટ યુનિટ 863, કન્ટ્રોલ યુનિટ 813 રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.