- મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાયતા
- મોરબીમાં 12 અનાથ બાળકોને સહાય ચૂકવાશે
- Corona Pandemic માં ગુમાવ્યાં માતાપિતા
મોરબી- Corona Pandemic દરમિયાન માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. આવા નિરાધાર બાળકોને આર્થિક રીતે મદદ કરવા સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળ સહાય યોજના ( CM Bal Sahay Yojna ) અમલી બનાવાઈ છે. જેમાં આવા અનાથ બાળકને પ્રતિ માસ સહાય પેટે બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી દર માસે બાળક દીઠ રૂા. 4000 મળવાપાત્ર છે.
બાળકોના ખાતામાં જમા થશે રકમ
મુખ્યમંત્રી બાળ સેવા યોજના ( CM Bal Sahay Yojna ) અંતર્ગત મોરબી જિલ્લાના બાળકોને કોરોનામાં માતાપિતા ગુમાવ્યાં હોય તેવા 12 બાળકોને સહાય પેટે રૂપિયા 4000 ચૂકવવામાં આવશે અને તેની રકમ લાભાર્થી બાળકના ખાતામાં જમા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ EXCLUSIVE : કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોની વ્હારે આવી સરકાર, 7 જુલાઈથી અપાશે આર્થિક સહાય
આ પણ વાંચોઃ કોરાનાકાળમાં અનાથ બનેલા બાળકોના ડેટા કલેક્શનની કામગીરીનો આરંભ