- માળિયા હાઈવે પર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરાયો
- કુલ 30 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત
- બાયોડીઝલનો જથ્થો માળિયા મામલતદારને સોપવામાં આવ્યો છે
મોરબીઃ માળિયા હાઈવે પર બાયો ડીઝલ જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમીના પગલે રાજકોટ CID ક્રાઈમની ટીમ ત્રાટકી હતી અને હાઈવે પર ટેન્કરમાંથી તેમજ અન્ય કેરબામાં મળીને કુલ 30 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કરીને માળિયા મામલતદારને સોપવામાં આવ્યો છે. જેના સેમ્પલ લઈને માળિયા મામલતદાર ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અબડાસામાં LCBએ 5.20 લાખ રૂપિયાનો ગેરકાયદે પેટ્રોલિયમનો જથ્થો કબજે કર્યો
ટેન્કરમાં 15 હજાર અને અન્ય 15 હજાર લીટર બાયોડીઝલ જથ્થો સીલ
માળિયા હાઈવે પર ઓનેસ્ટ હોટલ સામે પેટ્રોલ પંપ પાસે રાજકોટ CIDની ટીમ બાતમીના આધારે ત્રાટકી હતી. જેમાં ટેન્કરમાં રહેલો 15 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો તેમજ 5 જેટલા કેરબામાં ભરેલો 15 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો પણ જપ્ત કરાયો હતો અને તમામ મુદ્દામાલ માળિયા મામલતદાર ડી.એચ.પરમારને સોપવામાં આવ્યો હતો.
બાયોડીઝલના જથ્થાના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે
આ ઘટના અંગે મામલતદારે જણાવ્યું હતું કે, બાયોડીઝલનો જથ્થો તેની ટીમને સોપાયો છે, જેના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ રીપોર્ટ કરી જિલ્લા પુરવઠા વિભાગને મોકલાશે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, તો ઘટનાની જાણ થતા માળીયા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. ધોરણસરની કાર્યવાઈ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ મહેસાણામાંથી હથિયાર સાથે ધાડપાડુ ગેંગ ઝડપાઇ, 5 લાખનો મુદ્દામાલ જપ્ત
કુલ રૂપિયા 22,000,000 જેટલો મુદ્દામાલ માળિયા મામલતદારની ટીમે કબજે કર્યો છે
માળિયા મામલતદાર ટીમને જથ્થો સોપાયો હતો. આગળની કાર્યવાહી હાથ ધરી તો પમ્પ, પમ્પની રબરની નળીઓ, પાંચ ટાંકી, એક ટેન્કર સહીત કુલ રૂપિયા 22,000,000 જેટલો મુદ્દામાલ માળિયા મામલતદારની ટીમે કબજે કર્યો છે. તો આ કામગીરીમાં માળિયા મામલતદાર ડીસી પરમાર, નાયબ મામલતદાર પારસ ત્રિવેદી, નાયબ મામલતદાર મહેશ વ્યાસ સહિતની ટીમે કરી છે.