મોરબી: ઔદ્યોગિક નગરી મોરબીમાં અનેક ફેક્ટરીઓમાં બાળ શ્રમિકો (Child Labour In Morbi) પાસે વેઠ કરવામાં આવતી હોવાનું જગજાહેર છે. અમદાવાદની 'બચપન બચાઓ' સંસ્થા (bachpan bachao organization ahmedabad)એ મોરબી ચાઈલ્ડ લાઈન (morbi childline operation)ની ટીમને સાથે રાખી ઊંચી માંડલ નજીક સિરામિક ફેક્ટરી (ceramic factories in morbi)માં દરોડો પાડી 20 જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બાળ મજૂરી થશે તો રાજ્ય સરકાર કડક પગલાં ભરશે : બ્રિજેશ મેરજા
પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા- ઊંચી માંડલ (unchi mandal morbi child labour) નજીક આવેલી રામેસ્ટ સિરામિક ફેક્ટરી (ramest ceramic factory morbi)માં બાળ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે અમદાવાદની બચપન બચાવો અભિયાન સંસ્થા અને મોરબી ચાઈલ્ડ લાઈનની ટીમ દ્વારા જિલ્લા બહારની પોલીસને સાથે રાખીને દરોડા (Raids In Ceramic Factory Morbi) પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જેતપુરમાં કાળી મજૂરીના નર્કમાં ફસાયેલા બાળ મજૂરોને NGOએ મુક્ત કરાવ્યું
20 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા- દરોડામાં ફેક્ટરીમાં 20 જેટલા બાળ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે અમદાવાદ અને મોરબીની ટીમ દ્વારા આ તમામ બાળ શ્રમિકોને શોષણમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથક (morbi taluka police station)માં ફેક્ટરીના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.