મોરબીઃ તાલુકાના પીપળી ગામમાં આવેલ સિરામિક ગોડાઉન, સીરામીક રો મટીરીયલ તેમજ સાઇજિગ ગોડાઉનમાં ચડી બનીયાન ગેંગએ તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. અંદાજે 40 હજાર જેટલી રોકડની ચોરી થઈ છે. પરંતુ ચોરી કરતી સમયે આ ગેંગના છ સભ્યો સીસીટીવીમાં કેદ થયા છે અને ગોડાઉનના માલિક તાલુકા પોલીસ જાણ કરી છે અને તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારોએ તપાસ પણ કરી છે જો કે પોલીસની નાઈટ પેટ્રોલીંગ પર પણ સવાલ ઉભા થયા છે.
ગુરૂવારના રોજ હળવદના ઈન્ડસ્ટ્રીઝમાં 6 કારખાનામાં તાળા તૂટયા હતા, હજુ તે ભેદ ઉકેલાયો નથી. ત્યા ફરી શુક્રવારના રોજ ચડી બનીયાન ગેંગે પોલીસને પડકાર ફેંકી અને ચોરીનો કરી છે. જેથી લોકોમાં ભયનો માહોલ છે અને આ ગેંગ ઝડપી લેવાની કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સતત બે દિવસથી આ ગેંગ ચોરી કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.