તુલસી દિવસની ઉજવણી નિમિતે શાળા ખાતે તુલસીની અદ્ભુત પ્રદર્શ યોજીને તુલસીના ઉપયોગ અને ગુણોથી લોકોને વાકેફ કરાયા હતા. જે કાર્યક્રમમાં તુલસી પ્રસાદ વિતરણ કરવા ઉપરાંત તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ ભારતના આધારસ્તંભો અને ભારતીય શિક્ષણ તેમજ જીવન શૈલીને ચરિતાર્થ કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના હેતુથી તુલસી દિવસ ઉજવાયો હોવાનું શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. જયારે કાર્યક્રમમાં ઉપસ્થિત વાલી જણાવે છે કે, ભારતીય સંસ્કૃતિ અને તુલસીના ગુણોની જાણકારી આપવા યોજાયેલ તુલસી દિવસનો કાર્યક્રમ અદભુત રહ્યો છે અને તેને પણ તુલસી વિષે ઘણી ઉપયોગી માહિતી મેળવી છે