ઘટનાની વિગત અનુસાર નેશનલ હાઇવે ઉપર યકીન મોટર રીવાઇડીંગ બાજુમાં આવેલા ડાઇવર્ઝન પાસે પ્લેઝર ચાલક મહિલાને બાઉન્ડ્રી તરફથી આવતી અને વાંકાનેર તરફ પુરપાટ ઝડપે જતી હ્યુન્ડાઇની એસેન્ટ કાર નં. Gj 3 EC 5186 વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં મોપેડ સવાર બંને મહિલાને ઇજા થતાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાદી યાસ્મીનબેન જાબીરભાઈ કે જેની ઉંમર 27 વર્ષની છે, તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
અકસ્માત મહીકા ગામની બાજુમાં થયો હોવાથી ત્યાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને કારચાલક કાર મુકીને વાંકાનેર પોલીસ મથકે પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. વાંકાનેર પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.