આ બજેટ બોર્ડમાં એજન્ડા નં-01 ગત જનરલ બોર્ડ 31 જાન્યુઆરી, 2019નું પ્રોસીડીંગ કાયમી કરવાનો એજન્ડા પેન્ડીંગ રહ્યો હતો. તે સિવાયના બજેટ સહિતના તમામ એજન્ડા સત્તાધારી કોંગ્રેસ પક્ષે બહુમતીના જોરે મંજુર કરાવ્યા હતા. ત્યારે આ બજેટ બોર્ડમાં 52માંથી 43 સભ્યો હાજર રહ્યાં હતા. જ્યારે મતદાનમાં કોંગ્રેસના 22 સભ્યોએ મતદાન કરીને એજન્ડા પસાર કરાવ્યા હતા. તો આ પર વિપક્ષ ભાજપે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં એક સભ્યે તટસ્થ રહીને મતદાનમાં ભાગ લીધો ન હતો.
નગરપાલિકાના બજેટ બોર્ડમાં ચર્ચા વિના જ એજન્ડાઓ મંજુર કરી દેવામાં આવતા વિપક્ષ ભાજપે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જેમાં ભાજપના સભ્ય જયરાજસિંહ જાડેજાએ શર્ટ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ બોર્ડ પૂર્ણ થયા બાદ મિનીટ બૂકમાં સહી કરવા મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેનો જવાબ આપતા પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, પ્રમુખ ચેમ્બરમાં પહોંચીને તેમણે મિનીટ બૂકમાં સહી કરી દીધી હતી. વિપક્ષને માત્ર વિરોધ કરવો છે, અમે પ્રજાહિતનું બજેટ લાવ્યા છીએ અને પ્રજાના કામો કરવાના છીએ
.