- ભાજપ માટે આંચકાજનક પરિણામ
- માળિયા નગરપાલિકામાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયાં
- તમામ 24 બેઠકો કોંગ્રેસના ફાળે
મોરબીઃ માળિયા નગરપાલિકાની તમામ 24 બેઠકો કોંગ્રેસ જીતી લીધી છે. માળિયા નગરપાલિકા બાદ કરતાં તમામ સ્થળે ભાજપે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. 2011થી માળિયા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન રહ્યું છે. સરકાર અન્યાય કરતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે અને મતદારોએ ભાજપ સામે બદલો લીધો છે તેમ કોંગ્રેસે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ મોરબીની દુર્દશા માટે કોંગ્રેસ જવાબદાર, પાલિકામાં બજેટ નામંજૂર થવા મામલે ભાજપના પ્રહારો
ભાજપે કર્યો હારનું કારણ જાણવા પ્રયાસ
ભાજપની હારનું કારણ શું છે તે જાણવા પ્રયાસ કર્યો હતો, ત્યારે માળિયા શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, વર્ષ 2011થી માળિયા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે અને એક દશકાથી કોંગ્રેસ શાસન સંભાળતી હોઇ આ વેળાએ ચૂંટણીમાં તમામ 24 બેઠકો કોંગ્રેસને મળી છે. ભૂકંપ સમયે વર્ષ 2001માં માળિયામાં બસ સ્ટેન્ડ પડી ગયું હતું, જે નવું બનાવવામાં આવ્યું નથી. નગરપાલિકામાં ગ્રાન્ટ તેમજ અન્ય તમામ મામલે ભાજપે હમેશા અન્યાય કર્યો છે. જેનો બદલો મતદારે લીધો છે અને માળિયા પાલિકામાં ભાજપને એકપણ સીટ મળી ન હતી. યુવા નાગરિક અબ્બાસભાઈ પણ જણાવે છે કે, ભાજપે કરેલા અન્યાયનો જ મતદારોએ જવાબ આપ્યો છે અને ભાજપનો સફાયો કરી નાખ્યો છે.