મોરબી હાલ સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસરોથી વાકેફ છે, ત્યારે ભારત દેશ સહિત અનેક દેશો વૃક્ષારોપણ સહિતની પ્રવૃતિઓ દ્વારા ગ્લોબલ વોર્મિંગ સામે લડવા કાર્ય કરી રહ્યા છે, ત્યારે મોરબીના ભાજપ અગ્રણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા અનોખી પહેલ કરી છે. જેમાં ઇકો ફ્રેન્ડલી (kankotri format in gujarati) કંકોત્રી છપાવી છે જે કંકોત્રીમાં કાગળ નહિ પરંતુ છોડ સ્વરૂપે આપી છે. જેને કુંડામાં (kankotri card 2022) વાવી શકાય છે.
આ પણ વાંચો : એક વિવાહ ઐસા ભી : બે ફૂલ એક માલીની રોંમાચક કહાણી, ગુજરાતમાં મચાવી રહી છે ધુમ
કાર્યક્રમ પૂર્ણ બાદ કંકોત્રીને છોડની જેમ વાવો મોરબી ભાજપના યુવા અગ્રણી, જય અંબે સેવા ગ્રુપ મોરબીના અગ્રણી તેમજ મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના જાનકી કૈલાના પતિ જીજ્ઞેશ કૈલા અને હંસરાજ કૈલાના પરિવારના આંગણે રાંદલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. રવિવારે રામેશ્વર પાર્ટી પ્લોટ, ન્યુ એરા સ્કૂલની બાજુમાં રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાંદલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં જાનકી કૈલા જીજ્ઞેશ કૈલા પુત્રી રાગી રાંદલ માતાજીની પધરામણીના શુભ પ્રસંગે દર્શન અને ભોજન પ્રસાદનું આયોજન આમંત્રિત મહેમાનો માટે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Save the Bird Campaign : ચકલીના માળાથી બનાવી લગ્નની કંકોત્રી, જુઓ નવી કંકોત્રી
કંકોત્રી રૂપી છોડ કેવી રીતે વાવવો ઉલ્લેખનીય છે કે, કાગળની બચત સાથે વૃક્ષારોપણ પ્રવૃતિને વેગ મળશે. જે પ્રસંગ માટે ઉચિત છે, જે ઇકો ફ્રેન્ડલી છે. કંકોત્રીના કવરને કાપી 3-4 દિવસ સુધી પાણીમાં પલાળી રાખવી જ્યાં સુધી તે અંકુરિત ના થાય, અંકુરિત થયેલી પત્રિકાને અડધો ઇંચ માટીમાં લગાવવી અને કુંડાને સૂર્યપ્રકાશની નીચે રાખવું અને નિયમિત પાણી આપવાનું જાણવા મળ્યું છે. તુલસીના છોડમાં કંકોત્રી રૂપી છોડ વાવી શકાશે. જે તુલસીના છોડમાં વિકાસ પામશે. eco friendly kankotri in Morbi, kankotri design 2022, Morbi BJP Prominent Eco Friendly Kankotri, kankotri design gujarati