શિલાન્યાસ મહોત્સવ સાથે વ્યસનમુક્તિના રાક્ષસને હણવા માટે પ્રદર્શન ખંડોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબી શહેરની વિવિધ 13 શાળાઓના કુલ 2,500થી વધુ વિદ્યાર્થીઓ તથા અનેક ભક્તો-ભાવિકોએ લાભ લીધો હતો. લોકોનું જીવન વ્યસનમુક્ત બને તેવી પ્રેરણા આપતો ખંડ એટલે ‘મુક્તાનંદ’. જેમાં માણસનું જીવન કેવી રીતે નીરોગી બને તે બતાવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રદર્શન ખંડમાં સત્ય ઘટના પર આધારિત ટૂંકી ફિલ્મ દ્વારા બાળકો તથા યુવાનોને વ્યસન ન કરવાની અને બીજાને વ્યસન છોડાવવાની પ્રેરણા આપવામાં આવે છે. ઉપરાંત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કરીએ મંદિર ઉમંગે’ રાજકોટના યુવાનો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.