- બગથળા ગામ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે અવ્વલ
- રાજ્યના 1200થી વધુ સરકારી કર્મચારીઓ આ ગામે આપ્યા
- ગામમાંથી 53 જેટલા ડૉક્ટરો થયા
મોરબી: તાલુકાનું બગથળા ગામ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે અવ્વલ ગણવામાં આવે છે. આ ગામમાં 62 વર્ષ પહેલા હાઇસ્કૂલ 45 વર્ષ પહેલા હાયર સેકન્ડરી સાયન્સ હતું. આ ગામે રાજ્યના 1200થી વધુ સરકારી કર્મચારીઓ આપ્યા છે. આ ગામના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 સાયન્સ બોર્ડમાં પણ ટોચમાં ઝળક્યા છે. બગથળા ગામે 1928માં પ્રાથમિક શાળા અને 1959માં હાઈસ્કૂલ બની હતી. 1953માં ગામના ગાંડાલાલ પ્રથમ હાઈસ્કૂલ શિક્ષક તરીકે જોડાયા હતા. તો 1959માં હાઈસ્કૂલ બનતા મગનલાલ પંડ્યા આચાર્ય તરીકે નિમણૂક પામ્યા હતા, જે આ ગામના વતની હતા. આ ગામમાંથી 53 જેટલા ડૉક્ટરો પણ થયા છે.
આ પણ વાંચો : RTEને લઈને મોટી જાહેરાત: 25 જૂનથી 5 જુલાઈ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ સરકારી નોકરી કરે છે
ગામના મગનલાલ પંડ્યાના પુત્ર ત્રમ્બક પંડ્યાએ હાઇસ્કૂલનો વિકાસ કર્યો, તો આર.ટી.મેવા જેવા P.T. ટીચરના કારણે ઘણા લોકો પોલીસ, ફોરેસ્ટ અને આર્મીમાં પણ ગયા છે. ગામના દરેક ઘરમાંથી એક સારી પોસ્ટ પર સરકારી નોકરી કરે છે. તો કેટલાક ઘરમાં તો બધા જ ભાઈઓ સરકારી નોકરી પર છે. ખાનગી કે અર્ધસરકારી કંપનીઓ તથા બોર્ડમાં પણ ગામના વતનીઓ છે.
આ પણ વાંચો : Survey of Saurashtra University: વાલીઓને કોરોના કાળમાં સરકારી શાળાઓ પર વિશ્વાસ બેઠો
ગામના યુવાનોને ગામમાં જ શિક્ષણ મળી રહેતું હતું
બગથળા ગામના વતની અને હાલ મોરબી રહેતા ડૉક્ટર ભાવેશ ઠોરિયા જણાવે છે કે, અમારું ગામ ઘણું શિક્ષિત છે. અમારા ગામમાં પહેલા સુકી ખેતી હતી. જેથી ગામના લોકો શિક્ષણ તરફ આગળ વધ્યા હતા. તે સમયે પ્રાથમિક શાળા હતી સાથે માધ્યમિક શાળા હોવાથી ગામના યુવાનોને ગામમાં જ શિક્ષણ મળી રહેતું હતું. બગથળા ગામને જ્યારે જરૂર પડે ત્યારે અમે બધા સાથે મળી ગામની મદદ માટે પણ પહોંચી જઈએ છીએ.